google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયાની સુલતાનશા પીર તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિસ્તીની દરગાહ ખાતે સંદલ તથા...

ઝઘડિયાની સુલતાનશા પીર તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિસ્તીની દરગાહ ખાતે સંદલ તથા ઉર્સ મેળો યોજાશે

- તારીખ ૧ અને ૨ ના રોજ અલગ અલગ કાર્યક્રમો દરગાહ ખાતે યોજવાના છે

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા સુલતાનપુરા સ્થિત આવેલ સુલતાનશા પીર દરગાહ તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિશ્તીનો સંદલ તથા ઉર્સ મેળો આગામી તારીખ ૧.૬.૨૪ તેમજ ૨.૬.૨૪ ના રોજ ઉજવવામાં આવનાર છે.ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશ આપનાર એવા સુફી સંત મોટામીયાના વંશજ હાજીપીર કયામુદ્દીન બાવાની દરગાહ ખાતે તારીખ ૧.૬.૨૪ ના રોજ સાંજે સંદલનું જુલુસ નીકળશે રાત્રે ૯ કલાકે સંદલ ચઢશે અને ત્યાર બાદ રાત્રે ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તારીખ ૨.૬.૨૪ ને રવિવારે રાત્રે મહેફિલ એ સમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસના કાર્યક્રમ દરમ્યાન ગામના શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું આયોજન કરવામાં આવેલ છે.આ સંત કોમી એકતાનું પ્રતીક હોય દરગાહ કમ્પાઉન્ડમાં હાલ માંસ મચ્છીનું તેમજ દારૂ તાડીનું સેવન માટેની સખત મનાઈ છે.આ બે દિવસના પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ જીલ્લા માંથી શ્રદ્ધાળુઓ ઝઘડિયા ખાતે આવી પહોંચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!