(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડની રાજેશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સીએસઆર યોજના અંતર્ગત શિક્ષણને લગતા, આરોગ્યને લગતા તથા ગામડાની આદિવાસી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને લગતા કામો કરવામાં આવે છે. કંપની દ્વારા પોતાની સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારીના ભાગરૂપે વિવિધ વિભાગ લક્ષી કાર્ય વિવિધ ગામોમાં કરવામાં આવે છે.હાલમાં સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલિફિલ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા સ્ત્રીઓને આંતરિક સ્વચ્છતા અંગેની જાગૃતિના સેશનનું આયોજન તાલુકાના પાંચ ગામોમાં કરવામાં આવ્યું હતુ.તાલુકાના કાલીયાપુરા રાયસીંગપુરા શીર તવડી અને વલી ગામો ની બહેનોને વિનામૂલ્ય છ મહિના સુધી ચાલે તેટલા સેનેટરી નેપકીનોનું વિતરણ કંપની દ્વારા દેવ ફાઉન્ડેશનના સહકારથી કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કંપનીના સંજય અગ્રવાલ,જયદીપ કાપડિયા,નગીનભાઈ વસાવા તેમજ દેવ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.