google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયાના સારસા ગામે પ્રાથમિક શાળામાં નવા આવનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો

ઝઘડિયાના સારસા ગામે પ્રાથમિક શાળામાં નવા આવનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં નવા આવનાર બાળકોને પ્રવેશ આપવા પ્રવેશોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સરપંચ પ્રેમિલાબેન વસાવા,ઉપસરપંચ ભાવિકાબેન પટેલ,જિલ્લાના  અધિકારી રાઠવા,સીઆરસી હરદિપસિંહ,તાલુકા પંચાયત સદસ્ય અને સામાજિક કાર્યકર રતિલાલ રોહિત,તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ,તલાટી અંકિતાબેન,તલાટી લક્ષ્મણભાઈ, શાળાના આચાર્યા શારદાબેન તેમજ અન્ય શિક્ષકો,માજી આચાર્ય સુરેશભાઈ,ગામ અગ્રણીઓ,વાલીયો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં નવા આવનાર બાળકોને આવકારીને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો.ઉપસ્થિત અગ્રણીઓએ પ્રસંગોચિત વકતવ્યોમાં શિક્ષણનું મહત્વ સમજાવીને બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ કેળવીને સુંદર ભવિષ્યના નિર્માણ માટે કટિબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો.ગામ અગ્રણીઓ અને દાતાઓ રતિલાલ રોહિત તેમજ વિરેન્દ્રસિંહ ડોડીયા તરફથી બાળકો માટે  અભ્યાસોપયોગી વસ્તુઓની કીટ તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા ધોરણથી શરુ થતા પ્રાથમિક શિક્ષણથી જ શિક્ષણનો પાયો નંખાતો હોય છે,ત્યારે પાયો મજબુત બનશે તોજ ઉપરનું માળખુ પણ મજબુત બનશે એવી શીખ આપીને અગ્રણીઓએ બાળકોને પ્રાથમિક શિક્ષણ થીજ અભ્યાસમાં રૂચિ કેળવીને શિક્ષણ પ્રત્યે સભાન બનવા અનુરોધ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!