ભરૂચ,
ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૨ થી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈ આજથી આશરે ૨૦ વર્ષ પહેલા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું હતું.આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે જેમાં એક સમૂહ લગ્ન પણ આયોજન થાય છે,ચાલુ સાલે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બન્ને જીલ્લાના સમાજ માટે સમુહલગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ જંબુસર વાગરા ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા નાંદોદ તાલુકાના સમાવેશ થાય છે,આવતીકાલે એટલે કે તા.૨૮.૧.૨૪ ના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું છે જેમાં જિલ્લા માંથી અલગ અલગ તાલુકાના ૨૯ જેટલા યુગલો એ ભાગ લીધો છે અને આવતીકાલે શુભ મુહૂર્ત માં પ્રભુતામાં પગલાં પાડશે, સમૂહ લગ્નના કાર્યક્રમને આજરોજ આખરીઓ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમને લઈ મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા આવનાર મહેમાનો માટે ની વ્યવસ્થા ઉપરાંત જે યુગલો ના લગ્ન યોજાવાના છે.તેમના માટેની તમામ વ્યવસ્થાઓ, ભોજન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.