google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગની દિવસે દિવસે વિકટ બનતી...

ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગની દિવસે દિવસે વિકટ બનતી જતી પરિસ્થિતિથી હાલાકી

- ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા ચાર રસ્તા નજીક ચોમાસાની શરૂઆતે જ માર્ગ પર મોટા ખાડાઓ પડતા કાદવ કિચ્ચડથી લોકો ત્રાહિમામ ! - માર્ગ બિસ્માર બનતા રોંગ સાઈડે જવા મજબુર બનતા વાહનચાલકો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બનતો જતો હોઈ વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.માર્ગને ચાર માર્ગીય બનાવાતા ભરૂચ – નર્મદા જીલ્લાના આ પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહનચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે.પરંતું માર્ગ પર શિયાળો an ઉનાળા દરમ્યાન ઓવરલોડ તથા પાણી નિતરતા રેતીના વાહનોના કારણે વારંવાર તેના પર પડતા મોટા મોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોઈ લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો.હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા ના છુટકે વાહનચાલકો રોંગ સાઈડે જવા મજબુર બન્યા છે.ચાર રસ્તાથી રાજપીપળા તરફની સાઈડના માર્ગ પર એક તરફના રોડ પર મોટા મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાયું છે.વાહનો તો ઠીક પરંતું લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે આ ધોરીમાર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે.વળી રાજપીપલાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર સુરત મુંબઈ તરફ જવા માટે આ ધોરીમાર્ગનો ઉપયોગ કરતા હોય છે.માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલોક સમય કામગીરીનું કામ બંધ પડ્યુ હતું.તે સમય દરમ્યાન જ્યાં જયાં માર્ગની કામગીરી પુરી થયેલ હતી તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બિસ્માર બનતા આ ગાબડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા હતા.ત્યારે તંત્ર દ્વારા કેટલીયે વાર ગાબડાઓ પુરવાની કામગીરી થઇ હતી.પરંતું ત્યાર બાદ થોડાજ સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી જતા વાહનચાલકોની યાતના યથાવત રહેતી જોવા મળે છે.લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં નામમાત્રનો ડામર ઉપયોગમાં લઈને માથા ઉતરતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પ્રથમ વરસાદે જ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે.હાલમાં ચોમાસાની શરૂઆતેજ રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કિચ્ચડથી ઉભરાતા આ માર્ગ પરથી વાહનોએ જવું દુસ્કર બનતા નાછુટકે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબુર બન્યા છે.ઝઘડિયાથી ગુમાનદેવ,ગોવાલી,મુલદ તથા બોરોસીલથી ખરચી, દઢાલ અને અંકલેશ્વર સુધી ધોરીમાર્ગ બિસ્માર બન્યો છે જેને લઈને અકસ્માતો થવાની સંભાવના પણ રહેલી છે.આમેય આ ધોરીમાર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે માર્ગ પરના ખાડાઓ વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય એવી સ્થિતિ હાલતો સર્જાઈ છે.ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની રાહ જનતા જોઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!