google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeCrimeઝઘડિયાના સારસા ગામે તસ્કરોનો આતંક : રાત્રી દરમ્યાન એક સાથે ત્રણ મકાનોને...

ઝઘડિયાના સારસા ગામે તસ્કરોનો આતંક : રાત્રી દરમ્યાન એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવ્યા

- રોકડ રકમ અને સોનાચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે ગત રાત્રી દરમિયાન રાત્રી ચોરોએ ત્રણ મકાનોને નિશાન બનાવી રોકડ રકમ અને સોનાચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.સારસા ગામે તસ્કરો ત્રણ મકાનના તાળા તોડી હાથફેરો કરી ગયા હોવાની ઘટનાને લઈને ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ગામના પટેલ ફળિયામાં રહેતા જનકસિંહ નરપતસિંહ સંજાલીયા યાત્રાએ જવાનું હોવાથી વડોદરા જરૂરી ખરીદી કરવા ગયા હતા, તેમજ તેમનો ભત્રીજો વિક્રમસિંહ જસવંતસિંહ સંજાલીયા વડોદરા ખાતે તેમના બિમાર સંબંધીની ખબર લેવા ગયા હતા.આમ આ બન્ને મકાનો રાત્રી દરમ્યાન બંધ  રહેતા તસ્કરો આ તકનો લાભ લઈ ગયા હતા.આ બે મકાનો ઉપરાંત ફળિયાના અલ્પેશભાઈ પટેલ નામના ઈસમના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.ચોરીની આ ઘટના સંદર્ભે ચોરીનો ભોગ બનનાર વિક્રમસિંહ સંજાલીયાના જણાવ્યા મુજબ  તેમના બંધ મકાનમાં તિજોરીમાંથી રોકડા રૂપિયા ૧ લાખ ૨૦ હજાર તેમજ સોનાચાંદીના દાગીના તસ્કરો ઉઠાવી ગયા હતા. મળતી વિગતો  મુજબ સોનાના ડોકિયા નંગ બે, સોનાની વીંટી નંગ ૩, ચાંદીના સાંકળા નંગ ૩, ચાંદીની મૂર્તિ નંગ ૧, સોનાની બુટ્ટી નંગ ૫, સોનાની ચીપવાળી ચુડી નંગ ૪, સોનાની ડિઝાઈનવાળા પાટલા નંગ ૨, ચાંદીનું લુસ તેમજ સોનાની કડી નંગ ૨ તેમજ  જનકસિંહ સંજાલીયાના મકાનમાંથી ૪૦ હજારની રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના ચોરાયા હતા.આ બન્ને મકાનોમાંથી તસ્કરો રોકડા રૂપિયા ૧ લાખ ૬૦ હજાર તેમજ સોનાચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા હતા.વધુમાં મળતી વિગતો મુજબ ચોરીનો ભોગ બનનાર મકાનમાલિક વિક્રમસિંહ સંજાલીયા દ્વારા ચોરીની આ ઘટના બાબતે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવવા તજવીજ હાથધરી હતી.

– ઝઘડિયા તાલુકાના ચાર એસ પોલીસ મથકોની પોલીસ ઘરફોડ ચોરી ડામવામાં નિષ્ફળ નીવડી છે 

ઝઘડિયા તાલુકાના ઝઘડિયા,રાજપારડી,ઉમલ્લા તથા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના વિસ્તારમાં અવારનવાર ઘરફોડ ચોરી,દુકાનોમાં ચોરીના બનાવો બને છે,તાલુકાના રાણીપુરા સંજાલી અછાલીયા રાજપારડી વિગરે ગામોમાં ગત વર્ષોમાં સોના ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયાની મોટી ચોરી થવા પામી હતી.પરંતુ જવાબદાર જે તે પોલીસ મથકના અધિકારીઓ આવા ચોરોને ડામવામાં નિષ્ફળ નીવડયા છે જે સારસા ગામની ચોરીની ઘટના પરથી ફલિત થાય છે.

– ઝઘડિયા માં ગત સપ્તાહે જુના ટાયરની ચોરીની ફરિયાદ જ નોંધાઈ નથી

ઝઘડિયા ચાર રસ્તા પર ટાયર પંચર બનાવતા તથા ટ્રકોના ટાયરને રિમોલ્ડ કરતા એક ટાયર માલિકની દુકાનમાંથી એક જ રાતમાં ૮૦ જેટલા જુના ટાયરોની ચોરી થવા પામી હતી.જેની અંદાજિત કિંમત ૮૦ હજારથી વધુ થવા જાય છે તે બાબતની ઝઘડિયા પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી. ચોરીનો ભોગ બનનાર ઘર માલીક અથવા દુકાન માલિક પોલીસ સ્ટેશનમાં જાય છે અને ફરિયાદ કરવાનું જણાવે છે ત્યારે પોલીસ અવનવા ગટકડા કરે છે,તમારી પાસે વસ્તુનું બિલ છે? એનું ઈન્સ્યોરન્સ હતો? સીસીટીવી કેમ નથી લગાવ્યા ! વિગેરે વિગેરે બહાના નો રોફ બતાવી ભોગ બનનાર પર ફરિયાદ નહી‌ કરવાનુ આડકતરૂ દબાણ ઊભું કરતા હોવાનું બહાર આવ્યું છે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!