(સંજય પટેલ,જંબુસર)
જંબુસર શ્રી હરિપ્રબોધમ સત્સંગ મંડળની બહેનો દ્વારા પૂજ્ય સાધ્વી શુકમુનીબેનની ઉપસ્થિતિમાં સત્સંગ સભા યોજાઈ હતી.જેમાં પૂજ્ય સાધ્વી સુકેતુબેન, પૂજ્ય સંત દર્શનબૅન ઉપસ્થિત રહ્યા હતા.
સભાનો પ્રારંભ પ્રાર્થના,શ્લોક થકી કરાયો હતો અને ઉપસ્થિત બહેનોનું જંબુસર સત્સંગ મહિલા મંડળ પ્રમુખ ધનુબેન ગાંધી તથા યુવતી, મહિલા, બહેનો દ્વારા પુષ્પગુચ્છ તથા બાલિકા મંડળ દ્વારા સ્વાગત ભજન થકી સ્વાગત કરાયું હતું અને યુવતી મંડળ દ્વારા સુંદર સંવાદ રજૂ કરાયો હતો.
પૂજ્ય શુકમુનીબેને આશિષ આપતા જણાવ્યું હતું કે કળિયુગમાં સંસ્કારના મળે તો બાળપણ અને યુવાની બગડી જાય છે.ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર અહંકારને ટાળવા આવ્યા છે.તેમ કહી બાળપણના ઘનશ્યામ મહારાજનો પ્રસંગ વર્ણવ્યો હતો.બાળપણની વાત કરી બાળકોને ધર્મના સંસ્કાર આપવા જોઈએ અને દરેક કાર્યમાં ભગવાનને આગળ રાખી કાર્ય કરવા કહી પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગની વાત કરી હતી.આપણે હું માથી તું જવાનું છે ત્યારબાદ તારે લઈને હું ની યાત્રા સફળ થાય છે. આત્માની અંદર સડોના લાગે તે માટે નિયમિત સ્વાધ્યાય ભજન કરવા,ગુણાતીત પુરુષોના પ્રસંગો વાગોળવાના આપણે સૌ હરીપ્રસાદ સ્વામી, પ્રબોધ જીવન સ્વામીના બાળકો છે.માવતર કેવા છે? તો આપણું જીવન પણ કેવું હોવું જોઈએ? દરેક માતાને પોતાની દીકરીઓને બાલિકા સભામાં મોકલવા અપીલ કરી હતી.જીવનો એક સ્વભાવ છે તેમ કહી સેવા ભક્તિના દર્શન અંગે પ્રસંગ ટાંકી દરેક વ્યક્તિએ પોઝિટિવ વિચારવા,બનવા જણાવ્યું તથા કર્તા હર્તા તો ભગવાન છે તેમ માનવું જોઈએ તેમ કહી પ્રબોધ સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ કરી હરિપ્રસાદ સ્વામી આપણી સાથે પડે પડ રહ્યા છે.જીવનમાં દોડ,દંભ ,ડાહપણ ના રાખવા અને પ્રબોધ સ્વામી દરેકના આત્માનું ધ્યાન રાખશે તેમ જણાવી સ્વામી નો પ્રસંગ ટાંકી તેની પ્રતીતિ દરેક ભક્તોને થઈ રહી છે.શેષજીવન ભગવાનની રીતે ગમતામાં જીવાય તેવી પ્રાર્થના કરી હતી.સદર સભામાં સારથી રેણુકાબેન, સહિત બાલિકા,યુવતી,મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જંબુસર ખાતે હરિપ્રબોધમ બહેનોની સત્સંગ સભા યોજાઈ
કળિયુગમાં સંસ્કારના મળે તો બાળપણ અને યુવાની બગડી જાય છે.ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર અહંકારને ટાળવા આવ્યા છ