(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના કોટેશ્વર ગોપાલપુરા ખાતે જંબુસર સત્સંગ મંડળ દ્વારા હરીપ્રબોધમ સ્વામીજીના સ્મૃતિદિન નિમિત્તે મિલિંદ ભાઈની ઉપસ્થિતિમાં સત્સંગ સભા યોજાઈ હતી.જેમાં નવા અંબરીશ મુક્તોને પુષ્પગુછ આપી સન્માનિત કરાયા હતા.
સભાનો પ્રારંભ સ્વામિનારાયણ ધૂન જંબુસર યુવક મંડળ દ્વારા કરવામાં આવી એક વર્ષ 10 માસમાં પૂજ્ય પ્રબોધ જીવન સ્વામી નો ડંકો દેશ,વિદેશ સહિત ભારત ભરમાં ગુંજી રહ્યો છે તે અંતર્ગત ભજન કીર્તનની રમઝટ જામી હતી.આ પ્રસંગે કીર્તિભાઈ પટેલ કંથારિયા દ્વારા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગની વાત કરી સંસારમાં રહી બ્રહ્મરૂપ થવાય તે અંગે જણાવી ગુણાતીતાનંદ સ્વામી નો પ્રસંગ વર્ણવ્યો હતો.અક્ષર બ્રહ્મનો દેહ બાંધવો હોય તો ગુણાતીતસ્વામીનો સંગ કરવો,જ્યાં સત્પુરુષના હોય ત્યાં સદબુદ્ધિ ના હોય. શ્રીજી ચરણ સ્વામીજીના પ્રાગટ્યદીને ભગવાનની સાક્ષી એ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને પ્રબોધ જીવન સ્વામીના પ્રેરક પ્રસંગો જણાવ્યા અને ભગવાન સમજી સાચા દિલથી પ્રાર્થના કરી હોય તો રાજી થઈ પૂર્ણ કરે. આપણે બધાએ અસ્તિત્વ રહિત નું જીવન જીવવા કહ્યું હતું.
મિલિનભાઈએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર 49 વર્ષ સુધી પ્રગટ રહ્યા તે સમયે ગુણાતીતાનંદ સ્વામીના દાખડાથી ભગતજી મહારાજ,જાગાજી મહારાજ દ્વારા શાસ્ત્રીજી મહારાજના સમયના પ્રસંગ જણાવી અમીરીમાં ભગવાન ભજી શકાય નહીં,ગરીબી રાખી હોવા છતાંય પ્રગટનો આશરો મળ્યો છે,તે કદી કામ રોકતા નથી.આપણું મિશન સ્વરૂપ પ્રધાન છે,બે સારા સાધુ અને ચાર સારા હરિભક્તોને માથું આપી દેવું, અને દેહના સગા સંબંધી કરતા ભગવાનના ભક્તો વિશેષ રાખવા તે અંગે પ્રસંગો સાથે જણાવ્યું હતું.જીવનમાં નિશ્ચિતતા,નિર્ભયતા,અભાવ, અવગુણની સવિસ્તાર વાત કરી યુવા પ્રવૃત્તિ અંગે સમજાવ્યું હતું.તથા ભગવાન સાથે વફાદારી રાખી જીવન જીવવું જોઈએ,કોઈની માથાકૂટ,નેગેટિવિટીમાં પડ્યા વગર આપણી લીટી લાંબી કરી નિષ્ઠામાં ડૂબીએ અને તું રાજી થા,તારે લઈને હું,મહારાજ સ્વામી સિદ્ધ કરાવે તેવી પ્રાર્થના કરી સદર સ્મૃતિ દિન સભામાં કોટેશ્વર ગોપાલપુરા વડીલો,મકનજી પટેલ,શૈલેષભાઈ પટેલ,આશિષભાઈ ગાંધી,રાજેશભાઈ ગાંધી, કલ્પેશભાઈ પટેલ,અનિલભાઈ ગાંધી,પંકજભાઈ પટેલ,અમરભાઈ પટેલ સહિત યુવા કાર્યકર્તાઓ, સત્સંગી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સત્સંગ પ્રવચનનો લાભ લીધો હતો.