google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, November 4, 2024
HomeGujarat''સેવા રૂરલ'' સામે સત્યાગ્રહ : દેવાના ડુંગર તળે દબાયા,ખાવા માટે સાંસા પડવા...

”સેવા રૂરલ” સામે સત્યાગ્રહ : દેવાના ડુંગર તળે દબાયા,ખાવા માટે સાંસા પડવા લાગ્યા છતાં સંવિધાનના ભરોસે ૧૩૯૪ દિવસથી ચાલે છે ધરણા

- ચૂંટણીઓમાં રાજકારણના કેન્દ્રમાં રહેતો વાલ્મીકિ સમાજ ન્યાય ઝંખે છે !!

ભરૂચ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં આજે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.પાછલી ચૂંટણીઓમાં પણ વાલ્મીકિ સમાજ રાજકારણના કેન્દ્રમાં રહ્યો છે.પરંતુ ચૂંટણી સિવાય ન્યાયના પરિપેક્ષમાં આ સમાજ હજુ પણ પાછળ છે.જેનો જીવતો દાખલો ભરૂચના ઝઘડિયામાં ન્યાય મેળવવા માટે છેલ્લા ૧૩૯૪ દિવસથી લડત લડતા વાલ્મીકિ સમાજના લોકો છે.પોતાના હક્ક અને અધિકાર માંગવાની સજા ક્યારેક કેવી આકરી મળે છે તેનો આ દાખલો સમાજની, સરકારની અને પ્રશાસનની પોલ છતી કરે છે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સેવારુરલ હોસ્પિટલ આ વિસ્તારમાં મોટું નામ ધરાવે છે.સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી આ સંસ્થામાં છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. ચારેક વર્ષ પહેલાં સંસ્થા દ્વારા તબક્કાવાર રીતે ૭ કર્મચારીઓને શિષ્તતા મુદ્દે સંસ્થા માંથી હાંકી કઢાયા હતા.આ કર્મચારીઓએ ત્યાર બાદ સંસ્થા સામે અહિંસક લડત શરૂ કરી હતી.જે આજે પણ ચાલી રહી છે.
૧૩૯૪ દિવસથી ધરણા પર બેઠેલા ૭ કર્મચારીઓ સાથે વાત કરતા તેમણે પોતાનો આક્રોશ અને વેદના ઠાલવી હતી.લડત લડનાર મનુભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, અમને સંવિધાને જે હક્ક અને અધિકાર આપ્યા છે તે અમે માંગ્યા એટલે એમને કાઢી મૂક્યા.અમે આટલા દિવસથી ધરણા પર બેઠા છે પણ કોઈનેય કંઈ પડી નથી.અમે સાત લોકો સવારે દસ વાગ્યે આવીએ છીએ અને સાંજે પાંચ વાગ્યે સેવારુરલ સામે મુખ્ય રસ્તા પર તંબુતાણીને બેસીએ છીએ. અહીંથી દિવસમાં દસ વાર પોલીસ અવરજવર કરે છે પરંતુ અમને કોઈ પૂછતું નથી . અમે રાજ્ય સરકાર,કેન્દ્ર સરકાર અને અલગ અલગ એજન્સીઓને રજુઆત કરી છે.કલેકટરે અમારી તરફેણમાં હુકમ કર્યો છે પરંતુ સેવારૂરલના ટ્રસ્ટીઓ તે હુકમ ને પણ ગણકારતા નથી.અમને અંધારામાં રાખીને સોગંદનામા પર સમાધાન કરાવી લીધું છે. પરંતુ અમે ડો.બાબાસાહેબ આંબેડકરના સંવિધાન અને ગાંધીજી
નાં સત્ય અહિંસાના મૂલ્યો પર વિશ્વાસ રાખીએ છીએ. જેથી અમને ન્યાય ચોક્કસ મળશે કારણકે સત્યની જીત થાય છે ભલે એમાં વાર લાગે.
આ લડતમાં જોડાયેલા અન્ય બેહનો પણ અલગ અલગ પ્રકારની શારીરિક,માનસિક, સામાજિક યાતનામાંથી ગુજરી રહ્યા છે.તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે દેવાદાર બની ગયા છે.સગાવ્હાલાઓ પાસેથી પૈસા ઉછીનાં લઈને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ.હવે અમારા બાળકો પણ સવાલ કરે છે કે મમ્મી સાંજે જમવાનું શું બનાવીશું? ત્યારે અમે આ સવાલનો પણ જવાબ આપી શકતા નથી. ખાવાના ફાંફા પડી ગયા છે.બાળકોને શિક્ષણ આપી શકતા નથી. અમારો એવો તો શું ગંભીર ગુનો છે કે, સેવારુરલ દ્વારા અમને નોકરી પર પાછા લેવાતા નથી.
આ સત્યગ્રહના સમર્થનમાં આવેલાં પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલનાં સભ્ય કિરણભાઈ સોલંકી અધિકારીઓનાં પાપે આ લોકોને ન્યાય નથી મળતો તેમ જણાવ્યું હતું.અધિકારીઓ સાચી માહિતી સરકાર સુઘી પોહચડતા નથી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. હવે હું આ સાત લોકો ને ન્યાય અપાવવા લડત લડીશ તેવી બાહેધરી તેમણે આપી હતી.
આ અંગે સેવરુરલનાં ટ્રસ્ટી બંકિમ શેઠે જણાવ્યું હતું કે આ સાતેય કર્મચારીઓને ડીસિપ્લીન મુદ્દે છુટા કરાયા હતાં. લેબર કોર્ટમાં આ લોકોને બાકીની રકમ આપી દીધી છે અને લેબર કોર્ટમાં અમારું સમાધાન થયું છે. ત્યારથી જ અમારો માલિક-કર્મચારી તરીકેના સંબંધનો ત્યારે જ અંત આવી ગયો હતો. માનવતાનાં ધોરણે અમે તેમને અન્ય જગ્યાએ નોકરી મળે એનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ બીજી જગ્યા નોકરી કરવાનું લેખિતમાં નાં પાડી હતી. જેથી અમારે બીજું કઈ કરવાનું રેહતું નથી.અમને ખબર નથી પડતી કે કેમ હજુ સુધી તેઓ આ પ્રકારે સંસ્થાને અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!