google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeસુરતના હજીરાથી સલ્ફર જેવો પીળા કલરનો કેમીકલ પદાર્થ અંકલેશ્વરમાં નિકાલ કરવાનું કૌભાંડ...

સુરતના હજીરાથી સલ્ફર જેવો પીળા કલરનો કેમીકલ પદાર્થ અંકલેશ્વરમાં નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું

- માનવ સ્વાસ્થ્યને નુકશાની કરી શકે તેવો સલ્ફર જેવો પીળા કલરનો કેમિકલ પદાર્થ જાહેરમાં નિકાલ કરનારા સામે ગુનો નોંધ્યો - કેમીકલ પદાર્થનો ૨૫ ટન જથ્થો, ડમ્પર અને મોબાઈલ મળી ૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ,

ભરૂચ જીલ્લા સ્થાપિત ઔધોગિક એકમો પાસેથી અવાર નવાર જાહેરમાં કેમિકલ વેસ્ટના નિકાલની બાબતો ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે.તાજેતરમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સલ્ફર જેવો પીળા કલરના કેમિકલ પદાર્થનું જાહેરમાં નિકાલ કરનાર ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની હોટલ સિલ્વર સેવનની બાજુમાં ખુલી જગ્યામાં પીળા કલરનું સલ્ફર નામક કેમિકલનો જથ્થો ખાલી કરવા આવેલ હાઈવા ડમ્પરને પોલીસે ઝડપી પાડ્યું હતું.જે બાદ હાઈવાના ચાલકની પૂછપરછ કરતા તેને સુરતના હાજીરા ખાતેથી આ કેમિકલ ભર્યું હતું.જે બાદ પોલીસે મામલે મુકેશભાઈ નાનજીભાઈ ડામોર રહે.જહાંગીર પુરા સુરત તેમજ ભરત રોડ કેરિયરના માલિક સલ્ફર કેમિકલ હજીરાથી ભરાવનાર ભરતભાઈ રાજ પુરોહિત રહે,ઈચ્છાપુર સુરત તેમજ સલ્ફર કેમિકલ ખાલી કરી નાસી જનાર હાઈવા નંબર જીજે ૧૨ બીટી ૪૭૭૬ ડમ્પરનો ચાલક તથા સલ્ફર કેમીકલ ભરવા મોકલનાર ડમ્પરના માલિક નીતિનભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે પીળા કલરનો વિશિષ્ટ વાસ ધરાવતો કેમીકલ પદાર્થ આશરે ૨૫ ટન જેની આશરે કિંમત ૩ લાખ, જીજે ૧૬ એડબલ્યુ ૪૨૯૮ જેની કિંમત ૫ લાખ તેમજ એક મોબાઈલ કિંમત ૫ હજાર મળી કુલ ૦૮,૦૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને સુરત જેવા વિસ્તારમાં આવેલ કેટલાય ઔધોગિક એકમો પર્યાવરણના દુશ્મનની ભૂમિકાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચુકી છે.તેવામાં વધુ એક વાર અંકલેશ્વર પંથકમાં આ પ્રકારે જાહેરમાં કેમિકલનું નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાઈ જતાં  આખરે આ પ્રકારનાં તત્ત્વો ક્યારે સુધરવાનું નામ લેશે તે એક મોટો પ્રશ્ન પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠવા પામ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!