google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratરૂપિયા ૫૦૦ મા અનુસુચિત જનજાતિ નુ બોગસ પ્રમાણપત્ર કાઢી આપવાનુ કૌભાંડ નેત્રંગ...

રૂપિયા ૫૦૦ મા અનુસુચિત જનજાતિ નુ બોગસ પ્રમાણપત્ર કાઢી આપવાનુ કૌભાંડ નેત્રંગ માંથી ઝડપાયુ

- ઝધડીયા મામલતદાર કચેરી ખાતે ધોલીગામના ઈસમે દિકરીનુ જાતીનુ પ્રમાણપત્ર મેળવા રજુ કરેલ કાગળો વેરીફાઈ કરતા કૌભાંડ બહાર આવ્યુ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ નગરમા એક કોમ્પ્યુટર ઓપરેટરે અનુસુચિત જનજાતિનુ બોગસ પ્રમાણપત્ર રૂપિયા પ૦૦ માં કાઢી આપતો હોવાનુ કૌભાંડ ઝડપાઈ જતા નેત્રંગ નગર સહિત પંથક ભરમા ચકચાર મચી જવા પામી છે.

બીજી તરફ તંત્રની કોઈપણ જાતની મંજુરી કે પરવાનગી વગર કોમ્પ્યુટર તેમજ લેપટોપ લઈને સરકારી કામકાજોને લગતા કામોની હાટડીઓ ખોલીને બેઠેલાઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ઝધડીયા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મંગાભાઈ શીવાભાઈ વસાવાએ ઝધડીયા પોલીસ સ્ટેશનમા નોધાવેલ ફરીયાદ મુજબ તા.૨૩મી ના રોજ ૧૨ વાગ્યા આસપાસ તાલુકાના ધોલીગામ ખાતે રહેતા જાતરીયાભાઈ દલસુખભાઈ વસાવાએ પોતાની દિકરી રાધિકાનાઓનું અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવા માટે નમુના મુજબની અરજી ફોર્મ ભરી બિડાણ કરેલ કાગળો બોનોફાઈટ સર્ટિ,રાધીકાનો આધાર કાર્ડ,જાતરીયાભાઈનો આધાર કાર્ડની નકલ , સ્કૂલ લીવીંગ સર્ટિની નકલ,અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રની નકલ,પેઢીનામુ, રેશનકાર્ડની નકલ , સોંગંધનામુ અરજી સાથે રજુ કરેલ જે અરજી જેતે નંબર થી નોંધણી થયેલ અરજદાર જાતરીયાભાઈ વસાવા નાઓની અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવાની અરજી સાથે રજુ કરેલ કાગળો વેરીફાઇ કરતા અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર ક્માંક ૮૯૨૨/૨૦૨૨ તા.૨૭-૦૬-૨૩ નુ બોગસ હોવાનુ જણાઈ આવતા આ પ્રમાણપત્ર બાબતે જાતરીયાભાઈની પુછપરછ કરતા જણાવેલ કે ધોલીગામમા રહેતા કનૈયા ત્રિકમભાઈ વસાવા મારફતે નેત્રંગ નગરમા આવેલ ભક્ત હાઈસ્કુલ સામે નેત્રંગ – રાજપારડી રોડ પર આવેલ એક શોપિંગ સેન્ટર ના પહેલા માળે આવેલ વિકાસ ઈન્ફોર્મેશન નામની દુકાનધારક કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી રૂપિયા ૫૦૦ લઈ આ જાતીનો દાખલો કાઢી આપેલ હોવાની કેફીયત રજુ કરતા ઝધડીયા પોલીસ સ્ટેશનમા આઈ.પી.સી કલમ નં ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૨૦, ૧૧૪ મુજબ આરોપી (૧) જાતરીયા દલસુખભાઈ વસાવા (૨) કનૈયા ત્રિકમભાઈ વસાવા બંન્ને રહે ધોલી તા.ઝધડીયા (૩) વિકાસ ઈન્ફોર્મેશનનો સંચાલક વિકાસ વસાવા રહે.ચોકી તા.ઝધડીયા ઉપરોક્ત ત્રણે વિરુધ ગુનો નોંધતા પીઆઈ રાજેન્દ્રસિંહ વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!