google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeજંબુસરના ઉચ્છદની સીમમાં આવેલ ટીપીએલ પાસે ONGC ની પાઈપ લાઈન માંથી ચોરી કરવાનું...

જંબુસરના ઉચ્છદની સીમમાં આવેલ ટીપીએલ પાસે ONGC ની પાઈપ લાઈન માંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ONGC ની ક્રુડ ઓઈલની પાઈપ લાઈનમાં વાલ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિષને ONGC સિક્યુરિટી ટીમે નિષ્ફળ બનાવી હતી.સિક્યુરિટી ટીમ ત્યાં પહોંચે તે પહેલા ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરવાના સાધનો મૂકી ફરાર થઈ ગયા હતા.જે અંગે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીએ વેડચ પોલીસને જાણ કરતા વેડચ પોલીસ ઈન્ચાર્જ પી.એસ.આઈ વી એ આહીર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
ONGC મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ રામ પ્રકાશ ત્રિવેદીની વેડચ પોલીસ મથકે ફરિયાદ અનુસાર ગતરોજ રાત્રિના સુમારે સિક્યુરિટી સુપરવાઈઝર ઈલ્યાસભાઈ ભટ્ટીનો ફોન આવેલ કે સિક્યુરિટી સ્ટાફ સાથે માસારોડથી અણખી ખાતે આવેલ ટીપીએલ ઉપર પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન ઉચ્છદ ગામની સીમમાં ટીપીએલ પાસે દૂરથી ટોર્ચ મારતા કંઈક રેડિયમ પટ્ટી જેવું ચમકતું હતું અને નજીક જતા ટેન્કર ઉભેલું હતું.તેની પાછળ ONGC ટ્રક પાઈપ લાઈન ઉપર ખાડો ખોદી વાલ બેસાડેલ અને પાઈપ ફીટ કરેલ અને પાઈપ ટેન્કરમાં નાખેલ તેમ જણાવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોયું હતું અને ONGC ની પાઈપ લાઈનમાં પંચર પાડી વાલ્વ બેસાડેલ જેથી ONGC ની લાઈન માંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઈલની ચોરી કરવા, ONGC ની મિલ્કતને નુકસાન કરી પાઈપ લાઈન માંથી ક્રૂડ ઓઈલ પાઈપ લાઈન કે જેમાં આગ લાગે તો તરત જ સળગી ઊઠે તેવી જ્વલનશીલ પાઈપ લાઈનમાં ગુનાહિત કાર્ય દ્વારા ટાઈપિંગ કરી ત્રણ વાલ્વ ફિટ કરવાનું ગુનાહિત કાવતરું રચી ક્રૂડ ઓઈલની ચોરી કરવાની કોશિષ કરી ટેન્કર તથા ચોરી કરવાના મુદ્દામાલ મૂકી નાસી છૂટેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વેડચ પોલીસ મથકે ગુનો નોંધાવતા વેડચ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!