google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયા તાલુકા પંચાયતના એક અધિકારી અને તાલુકાના એક ગામના સરપંચ વચ્ચે હાથાપાઈ

ઝઘડિયા તાલુકા પંચાયતના એક અધિકારી અને તાલુકાના એક ગામના સરપંચ વચ્ચે હાથાપાઈ

- તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં જ સરપંચે હાથાપાઈ કરતા અધિકારીએ પણ વળતો જવાબ આપ્યો ! - સરકારી ગ્રાન્ટ ફાળવ્યા બાદ તેને રદ્દ કરતા સરપંચ દ્વારા અધિકારી સાથે હાથાપાઈ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે!

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકા પંચાયતના અધિકારી સાથે તાલુકાના એક ગામના સરપંચે તેને ફાળવાયેલી ગ્રાન્ટ રદ્દ કરવામાં આવતા અધિકારી સાથે હાથાપાઈ પણ ઉતરી આવ્યા હતા.ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી ગ્રાન્ટ તાલુકાના ગામડાઓમાં વિકાસના કામ અર્થે આવતી હોય છે.સંસદ સભ્ય કે ધારાસભ્ય દ્વારા એકવાર ગ્રાન્ટ ફાળવ્યા બાદ કેટલાક અધિકારીઓ પદાધિકારીઓના દબાણ અને સૂચનાના આધારે ગ્રાન્ટોની રકમમાં અને સ્થળમાં ફેરફાર કરતા હોય છે.જે બાબતની તુતુમેમે અનેક વખત તાલુકા પંચાયતની જીલ્લા પંચાયતની મીટીંગોમાં સાંભળવા મળતી હોય છે.આવી જ એક ઘટના આજે ઝઘડિયા તાલુકાના એક સરપંચ સાથે બની હતી.આજે બપોરના સમયે સરપંચે ઝઘડિયા તાલુકા પંચાયતના અધિકારી સાથે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રાંગણમાં આવી હાથાપાઈ પણ ઉતરી આવ્યા હતા.અધિકારીએ પણ તેનો બચાવમાં વળતો જવાબ આપતા સરકારી કચેરીમાં મારામારી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.તાલુકા પંચાયતના અધિકારી અને સરપંચ વચ્ચે થયેલી લોહિયાળ મારામારી માં સરપંચને માથામાં ઈજા થઈ લોહી નીકળતા તેને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળી આવ્યું છ ! તો સાથે સાથે આ મારામારીમાં તાલુકા પંચાયતના અધિકારીના કપડાં ઉપર પણ લોહીના ઘબ્બા પડતા બંને પક્ષ ગંભીર મારમારી થઈ હોવાનું સ્પષ્ટ જણાય આવ્યું હતું.આ ઘટના બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસને બોલાવવા પણ જણાવ્યું હતું પરંતુ આ લખાય છે ત્યાં સુધી બંને પક્ષો માંથી કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતમાં સરપંચ અને અધિકારી વચ્ચે મારામારીની ઘટના બન્યા બાદ અધિકારી પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં એક મોટર સાયકલ ચાલકે તેમની કારને આંતરી હોવાનો ચોંકાવનારો અહેવાલ મળી રહ્યો છે.પરંતુ અધિકારી યેનકેન પ્રકારે ત્યાંથી નીકળી ગયા હતા તેમ અધિકારી સાથેની ટેલીફોનીક વાતમાં તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!