google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratનર્મદા જિલ્લામાં મતદાન મથકે ફરજ બજાવનાર સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન છોટાઉદેપુર અને ભરૂચ...

નર્મદા જિલ્લામાં મતદાન મથકે ફરજ બજાવનાર સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કરાયું

- ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયા તેમજ બંને મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં યોજાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા ૨૧- છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે ડૉ.સતીષકુમાર (આઈ.એ.એસ) અને ૨૨- ભરૂચ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે સંદિપ કૌર (આઈ.એ.એસ) ની નિમણૂંક કરવામાં આવી છે.રવિવારે બંને ઓબ્ઝર્વરઓ નર્મદા જિલ્લાની મુલાકાતે આવતાં તેઓની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજમાં જોતરાયેલા સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયા તેમજ બંને મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં તા.૨૧.૦૪.૨૦૨૪ને રવિવારના રોજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સ્ટાફ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ મા નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તાર અને ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો ઉપર ફરજ બજાવવા અર્થે નિમણુંક કરવાના સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાયું હતું. સ્ટાફ સેકન્ડ રેન્ડમાઈઝેશન થતાં જે-તે કર્મચારીને મતદાન મથક ઉપર ફરજ બજાવવા માટેનો વિધાનસભા વિસ્તાર નક્કી થઈ ગયો છે.આ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા વેળાએ જિલ્લા વિકાસ અધિકારી અને MCCના જિલ્લા નોડલ અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી,નાયબ કલેકટર તાલીમી સર્વ પ્રતિભા દહિયા અને મુસ્કાન ડાગર,નોડલ અધિકારી મેનપાવર અને નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મૌલિક દોંગા,મદદનીશ ચૂંટણી અધિકારી ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તાર અને પ્રાંત
અધિકારી દેડીયાપાડાના ધવલ સંગાડા, મદદનીશ ચૂંટણી અધિકારી ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી રાજપીપળાના ડૉ.કિશનદાન ગઢવી સહિત અન્ય અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!