google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeUncategorizedમાઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે યહાના ગ્રુપને સાથે લઈને દૈવી સ્થાનકો...

માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતે યહાના ગ્રુપને સાથે લઈને દૈવી સ્થાનકો અને પર્યટન સ્થળોને સ્વચ્છ કરવાની એક અનોખું અભિયાનની શરૂઆત કરી

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જીલ્લાની ‘માઉન્ટેન ગર્લ’ તરીકે ઓળખાતી સીમા ભગતે ‘યહાના ગ્રુપ’ને સાથે લઈને આદિવાસી વિસ્તારમાં આવેલા દૈવી સ્થાનકો અને પર્યટન સ્થળોને સ્વચ્છ કરવાની એક અનોખા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.આ અભિયાનની શરૂઆતના  ભાગરૂપે ૨૮ જૂન શુક્રવારે દેવમોગરા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.માતાજીના મંદિર પરિસર અને જળકુંડ જ્યાં યાહાને સ્નાન કરાવવામાં આવે છે.ત્યાં ચાલુ વરસાદે મુશ્કેલી ભર્યા વાતાવરણમાં સફાઈ કરવામાં આવી.દેવમોગરા આજુબાજુના ત્રણેય રાજ્યના આદિવાસી સમાજનું પૂજનીય સ્થાન છે અને ત્યાં આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલ કચરો જેવા કે પ્લાસ્ટિકની બેગ, ગ્લાસ, બોટલો, ગુટકા, મસાલા,પડીકા વગેરે દેવમોગરાની ગરિમાને ઠેશ પહોંચાડે છે.બધા જ આદિવાસી ભાઈ – બહેનોએ પ્રતિકૂળ વાતાવરણમાં પણ હિંમત અને જુસ્સાથી આ સફાઈ અભિયાન ચાલું રાખ્યું હતું.તદુપરાંત.સીમા ભગતે આ કાર્યની સુવાસ આદિવાસી સમાજ મા ફેલાવતા સંદેશ આપ્યો કે સમાજના લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી દેવમોગરાને પહેલા જેવું સ્વચ્છ અને સુંદર બનાવામાં મદદ કરે.આપણે પ્રકૃતિના પૂજકો છીએ. તો પ્રકૃતિને જાળવવાની જવાબદારી પણ આપણી છે.આ અભિયાનમાં દેવમોગરા ટ્રસ્ટ, દેવમોગરા સરપંચ અને દેવમોગરા આરોગ્ય કેન્દ્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો.યાહાના ગ્રુપ સૌનો આભાર વ્યકત કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!