(સંજય પટેલ,જંબુસર)
એમીકસ સ્કૂલ લુવારા ખાતે ભરૂચ જિલ્લાની રસ્સાખેચની રમતનુ આયોજન ૧૫ મી ફેબ્રુઆરીને ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ જિલ્લાની ૮ શાળાઓ માંથી સાર્વજનિક હાઈસ્કૂલ કાવીની શાળાએ અંડર ૧૭ વિદ્યાથીનીઓની ટીમે જિલ્લાકક્ષાએ દ્રિતીય ક્રમાક મેળવી ૧૭ હજાર રૂપિયાનું ઈનામ પ્રાપ્ત કર્યું હતું અને શાળાની ૪ ખેલાડીઓનું ઝોનકક્ષા ખાતે સિલેકશન કરવામાં આવ્યું હતું.૪ ખેલાડીઓ (૧) પટેલ મારીયા મહમ્મદભાઈ (૨) પરમાર અમીષાનિર્મળસિહ (૩) રાજ આમીરા ભરતભાઈ (૪) આઘમ સીમા સીરાજ આગામી ૩ માર્ચના રોજ ડાંગ ખાતે રમવા જનાર હોય જેથી વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપનાર એમ.એમ.પટેલ તેમજ વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રમતોમાં સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સાર્વજનિક હાઈસ્કૂલ કાવીની ચાર વિદ્યાર્થીનીઓનુ ખેલ મહાકુંભ ૨૦૨૪ માં ઝોનકક્ષાએ સિલેકશન
- ૩ માર્ચના રોજ ડાંગ ખાતે ઝોનકક્ષાની રમત રમવા જશે