google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઆદિવાસી યુવાનોને ઢોર માર મારવાની ઘટનામાં પોલીસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવા...

આદિવાસી યુવાનોને ઢોર માર મારવાની ઘટનામાં પોલીસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવા ધારાસભ્ય ચૈતર વસાવાની ગંભીર ફરિયાદ

- નર્મદા પોલીસ સામે ચૈતર વસાવાના ગંભીર આક્ષેપો : દેવમોગરા યાહામોગી માતાજીના દર્શનાર્થીઓને પોલીસ દ્રારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોને માર મારવાની ઘટનામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત અને દેવમોગરા યાહામોગી માતાજીના દર્શનાર્થીઓને પોલીસ દ્રારા થતી હેરાનગતિ અટકાવવા બાબત નર્મદા પોલીસ સહીત ઉચ્ચકક્ષાએ લેખિત ફરિયાદ કરી પોલીસ સામે ગમ્ભીર આક્ષેપો કરતા ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે.

સાગબારા તાલુકાના પોલીસ સબ ઈન્સ્પેકટર સહીતના અધિકારીઓએ સ્થાનિક આદિવાસી સમાજના યુવાનો (૧) નરેન્દ્રસિંહ ફકીરભાઈ વસાવા (૨) રાજુભાઈ નંદેસિંહ વસાવા (૩) ઈનેશભાઈ બનવારી વસાવાને કોઇપણ ફરિયાદ વિના પોલીસ સ્ટેશનની અંદરના રૂમમાં પુરીને રાત્રીના સમયે ઢોર માર મારવામાં આવેલ છે.જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકના સામુહિક અયોગ્ય કેન્દ્ર સાગબારા બાદ, જનરલ સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે ખસેડવામાં આવેલ છે.જ્યાં ત્રણ દિવસ થી સારવાર હેઠળ છે. ઉપરોક્ત બનાવની ફરિયાદ પોલીસ અધિક્ષક, નર્મદા અને કલેકટર ને તારીખ ૦૬/૦૬/૨૦૨૪ ના રોજ આપેલ હોવા છતા, કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી.ઉલટાનું પોલીસ રોજે-રોજ દર્દીઓને તથા તેમના પરિવારને ખોટી રીતે હેરાન કરી રહી છે જેથી આદિવાસી સમાજમાં આક્રોશ છે.આજ પ્રમાણે દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી યાહામોગી માતાજીના દર્શને આવનારા દર્શનાર્થીઓને પણ સાગબારા અને દેડીયાપાડા પોલીસતંત્ર દ્રારા ખુબજ હેરાન પરેશાન કરવામાં આવે છે.જેના કારણે છેલ્લા બે વર્ષમાં દર્શનાર્થીઓ ની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળેલ છે.

આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતા આવા પોલીસ અધિકારીઓને કારણે આ વિસ્તારમાં પોલીસે વિશ્વસનિયતા ગુમાવી છે. સુરક્ષા સલામતિ પુરી પાડવાના બદલે ભય ઉભો કરવામાં આવી રહ્યો છે.જે આદિવાસી સમાજ ધ્યાન પૂર્વક જોઈ રહ્યો છે. શાંતિપ્રિય અને સંવિધાનમાં માનનારા સમાજને રસ્તાઓ પર ઉતરવા પોલીસ મજબુર કરી રહી હોય એવું લાગી રહ્યું છે.જેથી કરી ઉપરોક્ત ઘટનાઓની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ પણ લેખિત રજુઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!