google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujaratઝઘડિયા : જીએમડીસી લિગ્નાઈટ પ્રોજેક્ટની આજુબાજુના ગામડાઓમાં ભૂગર્ભજળ નીચા જવાથી પીવાના પાણીની...

ઝઘડિયા : જીએમડીસી લિગ્નાઈટ પ્રોજેક્ટની આજુબાજુના ગામડાઓમાં ભૂગર્ભજળ નીચા જવાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા

- ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેકટર ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુજરાત સરકારનું સાહસ એવા જીએમડીસી લિગ્નાઈટ પ્રોજેક્ટ આવેલો છે.આ પ્રોજેક્ટની આસપાસ અસંખ્ય નાના-મોટા આદિવાસી વસ્તી ધરાવતા ગામડાઓ આવેલા છે.છેલ્લા ૩૦ – ૩૫ વર્ષથી જીએમડીસી દ્વારા અહીં ખાણ કામ કરવાના લીધે પ્રોજેક્ટની આજુબાજુના ગામડાઓમાં પીવાના પાણીની ભારે સમસ્યા વર્તાય છે.આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જીએમડીસીની આજુબાજુના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવવાના બાબતે રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેક્ટર ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે જીએમડીસી લિગ્નાઈટ આશરે બે કિલોમીટર પહોળી અને આશરે ૪૫૦ ફુટ ઊંડી છે.જે ૩૦ – ૩૫ વર્ષથી સતત ૨૪ કલાક પાણી ખાણમાંથી બહાર ફેંકવામાં આવી રહ્યું છે.જેના કારણે આમલઝર પંચાયતના આમલજર ગુંડેચા-૧, ગુંડેચા-૨, ગુંડેચા-૩, ખોડાઆંબા વિગેરે ગામો જીએમડીસી ખાણના ઉપરવાસમાં પૂર્વ દિશામાં ખાણથી એક કિલોમીટરના અંતરમાં આવેલા છે જે જીએમડીસીના અસરગ્રસ્ત ગામો છે. જીએમડીસીની ઊંડી ખાણ માંથી પાણી બહાર કાઢવા માટે ૨૦૦ થી વધુ હોર્સ પાવર સુધીની દસ-બાર મોટરો સતત ૨૪ કલાક પાણી ખાણમાંથી ઉલેચી રહી છે.જેના લીધે ભુડવા ખાડી અને રતનપુરની નદી બારેમાસ ચાલે એટલું હજારો લાખો લિટર કયુસેક ભૂગર્ભુજળ ખાણમાંથી બહાર ફેંકવામાં આવી રહ્યું છે.જેના લીધે ખાણની આસપાસના અમલઝર, ગુંડેચા-૧, ગુંડેચા-૨, ગુંડેચા-૩, ખોડાઆબા, આમોદ ની નવી વસાહત, ભૂરી, માલીપીપર, પડવાણીયા, ડમલાઈ, પીપળીપાન, ગુલિયા ફરિયા, દરિયા, જાજપુર, શિયાલી, મોરાણ, બાડાબેડા સહિત આશરે ૨૫ થી ૩૦ ગામોનું પાણીનુ સ્તર તદ્દન ખલાસ થઈ ગયેલ છે, ભુજળ ઊંડા જવાના લીધે પાણીની ગુણવત્તા બગડી ગયેલ છે, પાણી ખારૂ, મોરૂ તેમજ કોઈ જગ્યાએ પીળુ પણ નીકળે છે, ઉપરોક્ત ખાણના લીધે ભૂગર્ભજળ ખલાસ થવાના લીધે હાલમાં કેટલાક ગામડાઓમાં જે હેન્ડ પંપ બોરવેલ જે ચાલુ હાલતમાં હતા તે ગત માસથી જ પાણીના સ્તળ ઉંડા જવાના લીધે પાણી નીકળવાનું બંધ થઈ ગયેલ છે.જેથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જીએમડીસીના અસરગ્રસ્ત ગામડાઓની પીવાના પાણીની સમસ્યા બાબતે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના તાલુકા જિલ્લા અધિકારીઓને કરી છે છતાં પરિણામ શૂન્ય આવેલ છે,રૂઢ રાજપારડી પાણી પુરવઠા યોજનાનું પાણી ભૂગર્ભ સંપ ગુંડેચા માં બનાવેલ હોવા છતાં આદિન સુધી પાણી ત્યાં પહોંચ્યું નથી અને બીજા ગામડાઓ પણ યોજનાનું પાણી નિયમિત આવતું નથી, ઉનાળના સમયમાં લોકો પીવાનું પાણી મળતું ન હોય ઢોળ ઢાખળ પશુઓના અને વાસણ કપડાં ધોવાનું પાણી તો વિચારી જ શકાય નહીં તેવી ગંભીર સમસ્યા ખાણના લીધે થયેલ છે,ઉપરોક્ત સમસ્યાના સમાધાન માટે જીએમડીસીના પ્રોજેક્ટ મેનેજર અને હેડ ઓફિસ અમદાવાદના મેનેજિંગ ડાયરેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને સમસ્યાના કાયમી સમાધાન માટે ગામડાઓમાં ખાંણના લીધે ભૂગર્ભુજળના તળ ખલાસ થવાના લીધે ગામડાઓના ખેડૂતોને પોતાનો ખાનગી બોર બનાવેલા છે અથવા સિંચાઈ માટે કુવો કે બોરવેલ બનાવેલા છે તેમાં પાણી નીકળતું નથી,જેના કારણે ખેડૂતોને ખેતી મની હજારો એકર જમીન સિંચાઈ વંચિત છે.જેના લીધે ખેડૂતોને મોટું નુકસાન આ ખાણના લીધે થઈ રહ્યું છે.જીએમડીસીની આજુબાજુના ગામોમાં પાણીની સમસ્યા છે તે માટે જીએમડીસી પ્રોજેક્ટના મેનેજર અને હેડ ઓફિસ અમદાવાદના એમડી સહિતના અધિકારીઓને સમસ્યાના કાયમી સમાધાન માટે ગામડાની ભૂગર્ભજળના તળ નીચા જવાના લીધે પીવાના પાણી અને ગામડાઓના ખેડૂતોને સિંચાઈની સમસ્યા સમાધાન માટે ઉપરવાસમાં ચેક ડેમો, તળાવો અને અન્ય જળ સિંચાઈના કામો વિસ્તારમાં કરી આપવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં જીએમડીસીના વિસ્તાર માંથી અરબો રૂપિયાનું લિગ્નાઇટ કોલસોનો વેપાર છેલ્લા ૩૦-૩૫ વર્ષોથી કરી નફાની કમાણી કરેલ હોવા છતાં આ ટ્રાયબલ વિસ્તારમાં સો ટકા આદિવાસી વિસ્તાર હોય સરકાર અને જીએમજી દ્વારા આ ગામડાઓની અને આદિવાસીઓના લોકોની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે જેથી ઉપરોક્ત સમસ્યા માટે તેનું તાત્કાલિક નિવારણ લાવવા વિનંતી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!