(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આપના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત અન્ય ૨ આરોપીઓના પણ જામીન મંજૂર કરતા ત્રણે આવતીકાલે જેલમાંથી બહાર આવી શકશે માત્ર ધારાસભ્યના પીએ જીતેન્દ્ર વસાવાને નર્મદાની હદમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મન્જુર કર્યા છે.શકુંતલાબેન સહિત અન્ય ૨ આરોપીઓના પણ જામીન મંજૂર થતાં ત્રણે રાજપીપલા જેલમાંથી મુક્ત થઇ શકશે અગાઉ ચૈતર વસાવા સહિત અન્ય ૭ આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે.ત્રણે જેલ માંથી બહાર આવશે. શકુંતલબેન ત્રણ મહિનાથી જેલમા હતા.વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો ધમકાવવાના ગુનામાં ધારાસભ્ય સહિત તમામને જામીન મુકત કરાયા હતા.સેશન્સ કોર્ટના જજ નેહલકુમાર રાજેશભાઈ જોષીએ ધારાસભ્યના પીએ જીતેન્દ્ર વસાવાને નર્મદાની હદમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મંજુર કર્યા હતા.બાકીના માટે અરજદારે રૂ.૧,૦૦,૦૦૦ અંકે રૂપિયા એક લાખ પુરાના બે જામીન તથા તેટલીજ રકમના જાત મુચરકા આપવાના રહેશે.અરજદાર/આરોપીએ ચાર્જ ફ્રેમ કરતી વખતે તથા વિશેષ નિવેદન વખતે અરજદારની હાજરી અનિવાર્ય હોય ત્યારે જ તેમણે હાજર રહેવું, અન્યથા વકીલ મારફતે હાજરી પુરાવવાની રહેશે તથા તેમની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવવામાં આવે તો અરજદારને વાંધો નથી તેવી બાંહેધરી તેઓ રજૂ કરશે.તેમજ વિ.ટ્રાયલ કોર્ટ જયારે કહે ત્યારે અરજદારે હાજર થવાનું રહેશે.અરજદાર નાસી–ભાગી જશે નહીં અને તપાસના કામમાં તથા ટાયલમાં પુરતો સાથ સહકાર આપશે.
અરજદાર/આરોપીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ધાક ધમકી આપી અથવા તો પ્રલોભનો આપી અથવા તો કોઈપણ રીતે ફરીયાદપક્ષના સાહેદોને ફોડવાનો પ્રયત્ન કરવો નહી કે પોલીસોને તથા કોર્ટને ખરી હકીકત જણાવતા રોકશે કે રોકાવશે નહી.તેમજ હાલના અરજદાર કોઈપણ રીતે, કોઈપણ સાહેદનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક કરવાની કોશીશ કરશે નહી.જો હાલના અરજદાર તેમના પતિ સાથે નર્મદા જીલ્લાની બહાર રહેવા માંગતા હોય તો તે માટે તેઓ સ્વતંત્ર છે અને તેવા સંજોગોમાં પોલીસ સ્ટેશનમાં તથા વિ. ટ્રાયલ કોર્ટમાં જરૂર પડે ત્યારે વોટસએપથી કે અન્ય માધ્યમથી સંબંધીત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી શકશે.તપાસ તથા ટ્રાયલ પૂર્ણ થતા સુધી અરજદારે તપાસ કરનાર અમલદાર તથા વિ.ટાયલ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજયની હદ છોડવી નહી.અરજદારે આવા કે અન્ય પ્રકારના ગુના ભવિષ્યમાં આચરવા નહી.અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે અને જો પાસપોર્ટના ધરાવતા હોય તો તે અંગેનું જરૂરી સોગંદનામું કરવાનું રહેશે.ઉપરોકત કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો તપાસ કરનાર અમલદાર જામીનની શરતોમાં ફેરફાર કરાવવા અથવા તો જામીન રદ કરવા માટે અરજી કરી શકશે.આરોપીને ત્યારે જ છોડવામાં આવશે કે જો તેઓની બીજા કોઈ ગુનામાં જરૂર નાહોય.અરજદાર/આરોપીએ પોતાની ઓળખ અંગેના તથા હાલના તેમજ કાયમી સરનામા અંગેના દસ્તાવેજી પુરાવા જામીન આપતી વખતે રજૂ કરવાના રહેશે તથા ઈન્સાફી કાર્યવાહી ચલાવનાર અદાલતની પૂર્વ મંજુરી સિવાય સરનામું બદલી શકાશે નહી.જામીન સંબંધીત કોર્ટમાં આપવાના રહેશે અને તે અંગેની જરૂરી યાદી કોર્ટ તથા જે તે પોલીસ સ્ટેશનને કરવી.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજુર કર્યા
- રાજપીપલા જેલ માંથી મુક્ત થઈ શકશે : શકુંતલાબેન સહિત અન્ય ૨ આરોપીઓના પણ જામીન મંજૂર