(સંજય પટેલ,જંબુસર)
જંબુસરના ખાનપુર કુતરીયા તળાવની પાછલા આવેલ બાવળની જાળીમાં જુગાર રમતા સાત જુગારીઓને ૪૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ મથકના પીઆઈ એ વી પાણમીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે બી રાઠવા તથા પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા.તે દરમ્યાન પોલીસને બતમી મળેલ જે બાદમી આધારે ખાનપુર દેહ ખાતે કુતરીયા તળાવની પાછળ આવેલ બાવળની જાળીમાં રેડ કરતા જુગાર રમતા સાજીદ અબ્બાસ પટેલ, શકલેન મુસ્તાક ઈસ્માઈલ જનાબ,જગદીશભાઈ પ્રભાતભાઈ રાઠોડ,સુરેશભાઈ મહીઁજીભાઈ રાઠોડ, કાસીમભાઈ ગુલામભાઈ યુસુફભાઈ માસ્ટર,શાહરૂખ સોકતઅલી ઈસપ પટેલ તથા સરફરાજભાઈ શઈદભાઈ ઈસ્માઈલભાઈ માલા તમામ રહે.ખાનપુરનાઓને ઝડપી પાડી રોકડ તથા છ મોબાઈલ મળી કુલ રૂપિયા ૪૦,૨૧૦ ના મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથધરી હતી.