google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratભરૂચ નગર પાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ભરૂચ નગર પાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

- રોટરી હોલ ખાતે ઘારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વોર્ડ નં.૫,૬,૭,૮ અને ૧૧ ના વિસ્તાર માટે યોજાયો - વિવિધ યોજનાઓનો અરજદારોએ લાભ લીધો

ભરૂચ,

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં રોટરી હોલ ખાતે ભરૂચના શહેરી વિસ્તારના લોકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકાના ૫,૬,૭,૮ અને ૧૧ મા વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં નાગરિકોને મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામા આવ્યો. રોટરી હોલ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું સાથે અરજદારોની રજુઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ,મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ,પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!