google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ઝઘડિયા જીઆઈડીસીને જોડતું બોરોસીલ કંપની સામેનું ગળનાળું દશ દિવસ રોડ સરફેસિંગ માટે...

ઝઘડિયા જીઆઈડીસીને જોડતું બોરોસીલ કંપની સામેનું ગળનાળું દશ દિવસ રોડ સરફેસિંગ માટે બંધ

- ગરનાળાના રોડ સરફેસિંગ કામ કરવાનું હોય રેલ્વે દ્વારા દશ દિવસ ગળનારૂ બંધ રાખવાની જાહેરાત કરી

0

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયાથી અંકલેશ્વર સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલ બોરોસીલ કંપનીની સામેથી જીઆઈડીસી ઝઘડિયાને જોડતું રેલ્વે વિભાગનું ગળનાળા નંબર એલએચએસ ૨૩-બી નો રોડ ચોમાસા દરમ્યાન ખૂબ જ બદતર હાલતમાં આવી ગયો હોય નાના મોટા વાહન ચાલકોને ભાડે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.જેને રોડ સરફેસિંગ સમારકામ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.જેથી પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા આ ગળનાળાનો રોડ સરફેસિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલ્વે વિભાગે જણાવ્યું છે કે એલએચએસ નંબર ૨૩-બી બોરોસીલ કંપનીની સામેના રોડ સરફેસિંગનુ કામ રેલ્વે દ્વારા કરવામાં આવશે.જેના કારણે આગામી  તા.૩.૧૨.૨૩ થી તા.૧૩.૧૨.૨૩ સુધી દશ દિવસ સુધી એલએચએસ નં.૨૩-બી બંધ રહેશે.આ બંધ દરમ્યાન અંકલેશ્વર ખરર્ચી બોરીદ્રાના વાહન ફાટક નંબર ૮ સાગબારા ફાટકથી ઝઘડિયા જીઆઈડીસી માટે જઈ શકશે અને ભરૂચ તરફથી આવવા વાળા વાહનો ઝઘડિયા,વાલિયા ચોકડી થઈ ઝઘડિયા જીઆઈડીસી જઈ શકશે તેમ જણાવ્યું હતું.ઝધડિયા જીઆઈડીસી તરફ જવા વાળા વાહનોને ઝધડિયાની વાલીયા ચોકડી અથવા તો સાગબારા ફાટક સુધીનો ફેરાવો થશે. ઝધડિયા જીઆઈડીસીમાં રોજના દસ હજાર કરતા વઘારે વાહનોની અવરજવર રહેતી હોય છે.ગરનાળુ રોડ સમારકામ માટે બંધ રહેવાના સંજોગોમાં આ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જણાવી દેવાયું છે.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version