google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચના APMC માં આવેલ દુકાનોની દીવાલ ધરાશાયી થતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન

ભરૂચના APMC માં આવેલ દુકાનોની દીવાલ ધરાશાયી થતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન

ભરૂચ,

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલી ભરૂચ જીલ્લા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર બનાવેલી દુકાનની દીવાલ મંગળવારની રાત્રીના ધરાશાયી થઈ હતી.જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે.માત્ર આઠ મહિના પહેલા જ બનેલી આ દુકાનોની દીવાલ ધરાશાયી થતાં વેપારીઓ એપીએમસી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાઈ રહ્યા છે.ત્યારે રાષ્ટ્રીય કિશાન વિકાસ સંઘ દ્વારા વિરોધ નોધાવ્યો છે.

ભરૂચ મહંમદપુરા ખાતે આવેલા APMC માં ૨૫ મી જુનની રાત્રીના અરસામાં માર્કેટમાં આવેલી છ દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દીવાલ ધરાશાયી થઈ હતી.જેના કારણે તેની નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.બીજા દિવસે વહેલી સવારે જ્યારે વેપારીઓ માર્કેટમાં આવતા ઘરાશાયી થયેલી દીવાલ જોઈને ચોકી ઉઠ્યા હતા.જેમ જેમ વેપારીઓને ખબર પડતાં જ લોક ટોળાં ઉમટી પડ્યા હતાં.જો આ બનાવ રાત્રીના સમયની જગ્યા પર દિવસે બન્યો હોત તો મોટી જાનહાની થવાની સંભાવનાઓ રહેલી હતી. ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય વિકાસ કિશન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા અને વેપારીઓ એસોસિએશનના પ્રમુખ રસીદ ખુશાલ સહીતના વેપારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

રાષ્ટ્રીય વિકાસ કિશન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણાએ અહીંયાના APMC સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ દુકાનોનું બાંધકામ કર્યાને માત્ર ૮ મહિના જ જેટલો સમય થયો છે તેમ છતાંય આ દુકાનોની દીવાલ ધરાશાયી થઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.આ સાથે વેપારીઓ લાખોનો ટેક્સ ભરતાં હોવા છતાંય સાફ સફાઈ પણ નહીં કરાતી હોય વેપારીઓમાં રોગચાળાનો ભય ફેલાયો છે.બનાવના પગલે રાષ્ટ્રીય વિકાસ કિશન સંઘે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!