google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચની મનુબર ચોકડી નજીકનું શોપીંગ સેન્ટર ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ વિનાનું...

ભરૂચની મનુબર ચોકડી નજીકનું શોપીંગ સેન્ટર ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ વિનાનું સામે આવતા ફાયર વિભાગ લાલઘુમ

- ભરૂચ નગર પાલિકામાં જ સંકલનનો અભાવ : ફાયર એનઓસી વિનાના શોપીંગને નોટીસ આપી અને બીયુ સર્ટીફીકેટ વિનાનું શોપીંગ હોવા છતાં ગુમાસ્તાધારાનું લાયસન્સ આપ્યું? - રાજકોટના અગ્નિકાંડ બાદ પણ ભરૂચ નગર પાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારીઓ ખુલ્લી પડી બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ વિનાના શોપીંગમાં જીમ ખાનાને ગુમાસ્ત ધારા ઈસ્યુ કરાયું

ભરૂચ,
રાજકોટની ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં ન થાય તે માટે મોડે મોડે ભરૂચ નગર પાલિકાનું ફાયર વિભાગ જાગ્યું છે પરંતુ નગર પાલિકાનું જ ગુમાસ્તા ધારા વિભાગ હજુ ઊંઘતું રહ્યું છે ભરૂચના ઘણા શોપીંગો બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ વિનાના અને ફાયર એનઓસી વિનાના હોવા છતાં ગુસ્માતાધારા લાયસન્સ રજુ કરવામાં આવતા લોકોના જીવનું જોખમ ઉભું થાય તે પ્રકારના વ્યવસાયો શરૂ થઈ ગયા છે અને નગર પાલિકા પોતાનો વ્યવસાય વેરો મેળવવા માટે લોકોના જીવનું જોખમ ઉભુ કરી રહયું હોય તેવું સ્પષ્ટ ફલીત થઈ રહ્યું છે.
ભરૂચ નગર પાલિકાએ મનુબર ચોકડી નજીક નવ નિર્માણ પામી રહેલા શોપીંગ સેન્ટર કે જેનું હજુ સુધી બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ લેવાયું નથી. હજું બિલ્ડીંગની કામગીરી ચાલી રહી છે અને બિલ્ડરે પણ રૂપિયા કમાવવા માટે વ્યવસાયો ચલાવવા માટે કરાર કરી આપ્યા છે અને વ્યવસાય સંચાલકોએ બિલ્ડીંગ યુઝ વિનાના સર્ટીફીકેટમાં ફાયર એનઓસી ન હોવા છતાં ભરૂચ નગર પાલિકાએ ગુમાસ્તા ધારા લાયસન્સ ઈસ્યુ કરી દેતા સતત લોકોની અવર જવર જોવા મળી રહી છે જો કે આ શોપીંગની હજીપણ કામગીરી ચાલુ છે અને જો કે શોપીંગની ફીટનેશ એટલે કે બીયુ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવ્યું નથી અને રૂપિયા કમાવવાના હેતુથી વ્યવસાયો ચાલુ કરી દેવામાં આવ્યા છે.
જોકે નવનિર્માણ થઈ રહેલા શોપીંગોનું બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ છે કે કેમ? તેવા પ્રશ્નો ઉભા થતા પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ ન હોય શકે તેવું માનવામાં આવે છે કારણ કે હજુ આ શોપીંગની કામગીરી ચાલુ જોવા મળી રહી છે અને તેના બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ માટે હજુ ઘણો સમયગાળો લાગી શકે તેવી ચર્ચાઓ સામે આવી છે.ગુમાસ્તાધારાનું લાયસન્સ ઈસ્યુ કરનાર ભરૂચ નગર પાલિકાને બીયુ સર્ટીફીકેટ અને ફાયર એનઓસી મેળવવામાં રસ કેમ નથી? અને ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ વગર કયાં પ્રકારને અને કયાં નિયમ મુજબ ગુમાસ્તધારા લાયસન્સ આપી શકે? હાલ તો ભરૂચ નગર પાલિકામાં જ ગુમાસ્તધારા વિભાગના અધિકારીઓ જ કોઈપણ દુર્ઘટના ઘટે તો સૌપ્રથમ જવાબદાર ગણાઈ જે શોપીંગમાં ફાયર એન.ઓ.સી. નથી? બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ નથી તો પછી તે બિલ્ડીંગને ગુમાસ્તા ધારાનું લાયસન્સ કઈ રીતે આપી શકાય અને આપ્યા હોય તો હવે રદ કરવાનો પ્રોસેસ કરી શકાય ખરી તેવા પ્રશ્નો ઉભા થઈ રહયા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા શોપીંગનું નિર્માણ કાર્ય હજુ અધુરુંં છે અને તેમાં વ્યવસાય ચાલુ કરી દીવાયા છે અને આ શોપીંગનું બી.યુ. સર્ટીફીકેટ કે ફાયર એનઓસી ન હોવા છતાં સ્થળ નિરીક્ષણ કર્યા વિના ગુમાસ્તાધારાના અધિકારીએ વેપારીઓને લાયસન્સ કઈ રીતે ઈસ્યુ કર્યુ?શું લાયસન્સ ધારક પાસે કેમ બીયુ સર્ટીફીકેટ અને ફાયર એનઓસી ન માગી અને કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?તેવા પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે.
રાજકોટની ઘટના બાદ બૌડા વિભાગ પણ હવે મોડે મોડે જાગ્યું ખરું અને ભરૂચમાં ૭પ ટકા શોપીંગો બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ વિનાના ધમધમી રહ્યા છે અને તેમા ફાયર એનઓસી પણ લેવાતી નથી અને આવા શોપીંગ સેન્ટરોમાં વ્યવસાય કરવા માટે વેપારીઓ ગુમાસ્તા ધારા લાયસન્સ મેળવી પોતાની દુકાન ચાલુ કરી દેતા હોય છે પરંતુ હાલમાં રાજકોટની ઘટના બાદ બૌડા વિભાગ દ્ધારા બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ વિનાના શોપીંગોનું લીસ્ટ તૈયાર થઈ ગયું છે અને સોમવારથી શ્રીગણેશ કરવામાં આવશે અને નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવશે તેમ બૌડા વિભાગના અધિકારીએ ટેલીફોનીક વાત ચિંતમાં કહયું હતું.
રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચ નગર પાલિકાનું ફાયર વિભાગ દેખાવા પુરતું નોટીસ આપવા માટે મજબુર બન્યું છે. પરંતુ બિલ્ડીંગ યુઝ વિનાના સર્ટીફીકેટવાળા શોપીંગો પણ ભરૂચમાં છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચમાં પાંચ હોસ્પિટલને ફાયર એન.ઓ.સી. રીન્યુ કરાવવા અને સાધનોની ચકાસણી કરાવવા નોટીસ આપી છે તદઉપરાંત ૧પ રેસીડન્સ હાઈરાઈઝ બિલ્ડીંગને પણ ફાયર એન.ઓ.સી.માટે નોટીસ આપી છે. ૪ હોટલ અને ૭ જીમખાનાને પણ ફાયર એન.ઓ.સી. માટે નોટીસ ફટકારવામાં આવી છે ત્યારે નોટીસ આપવાનું નાટક માત્ર કાગળ ઉપર અને દુર્ઘટના ઘટે તો પોતાના બચાવ પક્ષે થતું હોવાનું લોકો માની રહયા છે.

ભરૂચ નગર પાલિકાનું ગુમાસ્તાધારા વ્યવસાય વેળો ઉઘરાવવા માટે પુરતા દસ્તાવેજો મેળવ્યા વિના ગુમાસ્તા ધારા લાયસન્સ આપી દેતા હોય છે આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.જેમાં બીયુ સર્ટીફીકેટ અને ફાયર એનઓસી વિના ગુમાસ્તધારા લાયસન્સ ઈસ્યુ કરી દેવામાં આવે છે અને વ્યવસાય વેરો વેપારી પાસેથી વસુલ કરવામાં આવે છે ત્યારે નગર પાલિકાની તિજોરીમાં આવક મેળવવા માટે પુરતા દસ્તાવેજો મેળવ્યા વિના જ અધિકારીઓ પણ ગંભીર પ્રકારની ફરજમાં બેદરકારી દાખવી ગુમાસ્તા ધારા લાયસન્સ પધરાવી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકા ખુબ વેન્ટિલેટર પર છે.નગર પાલિકાના શોપિંગના કેટલાક સ્લેબનાં પોપરા ખડી રહ્યા છે અને નગરપાલિકાનું ગુમાસ્તાધારા હજુ લાયસન્સ ધારકો પાસેથી ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મેળવ્યા વિના જ વ્યવસાય વેરો ઉઘરાવવાની લ્હાયમાં આડેધડ ગુમાસ્તાધારા ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે.ભરૂચના ૭૫ ટકા વેપારોથી ધમધમતા શોપિંગ સેન્ટરોમાં રેસ્ટોરન્ટ,જીમખાના,ટ્યુશન ક્લાસીક સહિત અનેક શોપીંગોમાં વ્યસાયો ચાલી રહ્યા છે અને ઘણા ખાનગી ટ્યુશનો અને વેપારો નગર પાલિકાના ગુમાસ્તા ધારા ના લાયસન્સ ઉપર ચાલી રહ્યા છે.પરંતુ ગુમાસ્તા ધારા લાયસન્સ ઈસ્યુ કરનાર અધિકારી હજુ પણ તક્ષશિલા કાંડ,રાજકોટ અગ્નિકાંડ,ભરૂચ વેલ્ફર હોસ્પિટલ અગ્નિકાંડ સહિતના અનેક મોટા કિસ્સો બાદ પણ ભરૂચ નગરપાલિકાનું ગુમાસ્તાધારા વિભાગ લાયસન્સ ધારકને લાયસન્સ આપતા પહેલા ફાયર સેફટી કે બીયુ સર્ટિફિકેટ મેળવવામાં ઉદસીનતા દાખવી રહ્યું છે.જે ગંભીર બાબત માનવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે એ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ પણ ભરૂચમાં ગુમાસ્તાઘારા લાયસન્સ ઈસ્યુ કરનાર અધિકારીઓ લાયસન્સ ધારકો પાસે ફાયર એનઓસી કે અન્ય ફાયર સેફટીના સાધનો અંગે તથા જે શોપિંગમાં લાયસન્સ મેળવવાનું છે તે શોપિંગનું બીયુ સર્ટિફિકેટ છે કે કેમ તે મેળવવામાં પણ ગંભીર પ્રકારની ઉદાસીનતા અને ફરજ માં બેદરકારી દાખવવામાં આવી રહી છે.ત્યારે કોઈ અગ્નિકાંડ જેવી ઘટના ઘટે તો માનવવધ કોની ઉપર દાખલ કરવામાં આવે તેવા પ્રશ્નો ઉભા થયા છે.
સમગ્ર ગુજરાતમાં અગ્નિકાંડ ઘટનામાં અનેક નિર્દોષ લોકોના જીવ કાળનો કોળિયો બની રહ્યા છે અને ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ગુમાસ્તા ધારા લાયસન્સ આપવામાં આવી રહ્યા છે.જેમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે ગુમાસ્તાધારા લાયસન્સ માટે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ જરૂરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!