(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે.ત્યારે ખાસ કરીને એકતા નગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી ત્રણ દિવસના મીની વેકેશનમાં લાખો પ્રવાસીઓના ધાડા ઉમટી પડ્યા છે ત્યારે આજે અમારી ટીમે ખાસ રિયાલિટી ચેક કરી પ્રવાસીઓને ખાસ પ્રશ્નો પૂછ્યા હતા.અમારા પ્રતિનિધિ દીપક જગતાપે પ્રવાસીઑને પ્રશ્ન પૂછ્યા હતાં કે ગાંધીનગર ગિફ્ટ સીટીમાં લીકરના સેવન માટે મુક્તિ અપાઈ છે તો વિશ્વભર માંથી આવતા પ્રવાસીઑ માટે લીકરના સેવન માટે મુક્તિ આપવી જોઈએ કે આપવી જોઈએ કે નહીં?આના પ્રત્યુત્તર મા પ્રવાસીઓના મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યાં હતાં.મોટા ભાગના પ્રવાસીઓએ લીકરના સેવન માટે મુક્તિની તરફેણ કરી ન હોતી અને જણાવ્યું હતું કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. પ્રવાસીઓ માટે દારૂની છૂટ ન આપવી જોઈએ કારણ કે એનાથી સિક્યુરિટીનો પ્રશ્ન ઉભો થઈ શકે છે.ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે.એમાં છૂટછાટ ન આપવી જોઈએ.કે કારણ કે ગરવી ગુજરાતના આ સંસ્કાર નથી.તો બીજી તરફ કેટલાક પ્રવાસીઓએ તરફેણ કરતા જણાવ્યું હતું કે તમામ પ્રવાસીઑ માટે નહીં પણ વિદેશી પ્રવાસીઓને લિમિટેડ સોરસીસમાં છૂટ આપી શકાય.
તો બીજી તરફ કમ્ફર્ટ હોટલ અને રમાડા હોટલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું હતું કે કોરોના પછી ધીરે ધીરે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.હવે દેશભર માંથી અને ખાસ કરીને વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવીને આમારી હોટલની મુલાકાત લે છે.તો ખાસ કરીને બીજા રાજ્ય અને વિદેશ માંથી હોટલમાં આવતા પ્રવાસીઓ માટે લીકરની છૂટ જો સરકાર અમુક હોટલોને આપે તો પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે.અહીંયા દેશભર માંથી પ્રવાસીઓ આવે છે અને એમની લીકરની માંગ પણ હોય છે.આ સુવિધા માટે સરકાર છૂટ આપે તો,મોટી સ્ટાર હોટેલો માં લીકર શોપ હોય તો પ્રવાસીઓને મન પસંદ લીકર મળી શકે.પ્રવાસીઓને સારી સુવિધાઓ પણ મળી શકે.તમામ પ્રવાસીઓ માટે લીકર પરમીટની અમે પણ તરફેણ નથી કરતા.એનાથી ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. પણ મોટી હોટલો માટે પરમીટ આપવી જોઈએ.એ માટે અમે બે વર્ષથી સરકાર માં પરમિશન પણ માંગીછેએ પ્રોસેસ માં છે.જો સરકાર છૂટ આપે તો પ્રવાસીઓની સંખ્યા માં ચોક્કસ વધારો થઈ શકે અને સરકારને આવક પણ થઈ શકે.