(સંજય પટેલ,જંબુસર)
શ્રી કાછીઆ પટેલ ત્રણ પંચ વાડી- જંબુસરની ૩૪ અને ૩૫ મી વાર્ષિક સાધારણ સભા જ્ઞાતિના આગેવાન શ્રી મનોજકુમાર રમેશચંદ્ર ગાંધીના અધ્યક્ષપદે યોજાઇ હતી. વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબની કામગીરી હાથ ધરાઈ હતી અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભામાં આગામી પાંચ વર્ષ માટે નવી કારોબારીની રચના કરવાની હોવાથી શ્રી કાછીઆ પટેલ ત્રણ પંચ વાડી-જંબુસરના પ્રમુખ તરીકે સમાજના નિષ્ઠાવાન અને કર્મઠ હોદ્દેદાર શ્રી સંજયભાઈ પટેલ (SR) ની ફરી એક વાર નિયુક્તિ કરવામાં આવી છે. સતત ચાર મુદ્દતથી પ્રમુખ પદે કાર્યરત સંજયભાઈ પટેલ પર જ્ઞાતિબંધુઓએ પુન: વિશ્વાસ મૂક્યો છે અને સમાજ- વાડીના વિકાસ અને સંગઠન માટે સેવાકીય કામગીરી કરવાની વધુ એક તક આપી હતી.આ ઉપરાંત અન્ય કારોબારી સભ્યોને પણ સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ વેળાએ સભાના અધ્યક્ષ શ્રી મનોજભાઈ ગાંધી તેમજ જ્ઞાતિજન શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રાસંગિક ઉદબોધનમાં વાડી વિકાસમાં નવી કમિટીને સહકાર આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
સંજયભાઈ પટેલ (SR) સતત ચોથી મુદત (૨૦૨૩-૨૦૨૭) માટે પ્રમુખ બનવા બદલ જ્ઞાતિજનો, હોદ્દેદારો, સભાસદો, વાડીની કારોબારી અને સલાહકાર સમિતિના સભ્યોએ અભિનંદનની વર્ષા કરી છે.વાડીના વિકાસનું કાર્ય જ્ઞાતિજનો તેમજ દિલેરદાતાઓના સહયોગથી અને સંઘભાવનાથી આગળ ધપે એ માટે સંજયભાઈએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ જવાબદારીને સુપેરે નિભાવવા અને તન-મન-ધનથી જ્ઞાતિ વિકાસ માટે કાર્યરત રહેવા તત્પર હોવાનું તેમણે જણાવ્યું હતું.