google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 8, 2024
HomeGujaratભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ્ નર્મદા  કાર્યાલયને સી આર પાટીલ ખુલ્લુ...

ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ્ નર્મદા  કાર્યાલયને સી આર પાટીલ ખુલ્લુ મુકશે

- અંદાજીત ૬ કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાયું : ૨૦ મી એ પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલનો ભવ્ય રોડ શો અને જાહેરસભા - વિશાળ બાઈક રેલી સાથે જૂની કોર્ટથી નાગરિક બેન્ક સુધી વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે - ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ખાસ ઉપસ્થિતિ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમ્ નર્મદાનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ

ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલના કરકમલો દ્વારા અને માજી ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૦/૦૩/૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રેલ્વે સ્ટેશનની બાજુમાં શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે કરાશે. ૨૦ મીએ સવારે ૯:૩૦ કલાકે રાજપીપલા ખાતેપ્રદેશ અઘ્યક્ષ સીઆર પાટીલનો ભવ્ય રોડ શો રાજપીપલા ખાતે યોજાશે.ત્યાર બાદ નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલય ખાતે જાહેરસભાને સંબોધશે.

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરતથી હેલીકૉપટર દ્વારા  રાજપીપલા હેલીપેડ પર પધારશે.જ્યાંથી ખુલ્લી જીપમાં તેમનો ભવ્ય રોડ શો રાજપીપલા નગરમાં યોજાશે.ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોની વિશાળ બાઈક રેલી પણ યોજાશે.રોડ શો દરમ્યાન લાલટાવર પાસે વોર્ડ ૫  અને મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા જૂની કોર્ટ પાસે વોર્ડ ૬ તેમજ રજપૂત સમાજના નાગરિકો દ્વારા સીઆર પાટીલનું સ્વાગત કરાશે. જયારે સફેદ ટાવર પાસે વોર્ડ ૪ અને વિવિધ વેપારી મંડળ, માછી સમાજના આગેવાનો દ્વારા,નાગરિક બેન્ક પાસે વોર્ડ ૩ અને કહાર સમાજ તેમજ લઘુમતી મોર્ચા દ્વારા સ્વાગત કરાશે.કાળા ઘોડા રીક્ષાસ્ટેન્ડ વાળા ભાઈઓ દ્વારા જયારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રદેશ અઘ્યક્ષ ફુલહાર કરશે.જયારે કાર્યાલય મંડપ પાસે મહિલા મોર્ચાની બહેનો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાશે.ત્યાર બાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલના કરકમલો દ્વારા ખુલ્લું મુકાશે.ત્યાર બાદ પ્રદેશ અઘ્યક્ષ જાહેર સભાને સંબોધશે.

જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અંદાજીત ૬ કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાયું છે.કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો, પ્રજાલક્ષી પ્રશ્નો માટે મુલાકાતનું આ મહત્વનું માધ્યમ બની રહેશે.આધુનિક કહી શકાય એવી તમામ સુવિધાઑ આ કાર્યાલયમાં ઉપલબ્ધ છે ખાસ કરીને ભરૂચ અને છોટાઉદેપુરબન્ને લોકસભાની ચૂંટણી ટાણે લોકસંપર્ક અને ચૂંટણી લક્ષી કાર્યક્રમો માટે આ કાર્યાલય મહત્વનું પુરવાર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!