(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના ઉચ્છદ કબીર મંદિર મહંત ચંદનદાસજી મહારાજ સાહેબ દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પ્રારંભ આજરોજ ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં કરાયો હતો. ઉચ્છદ કબીર મંદિર મહંત ચંદનદાસજી સાહેબ મહારાજ દ્વારા વખોતો વખત ધાર્મિક ઉત્સવો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત નવા વર્ષના પ્રારંભે ભાથીજી મહારાજ મંદિર પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જેના વ્યાસપીઠ પરથી દેવદત્ત બાપુ બનાસકાંઠા જેઓ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે તથા પ્રારંભે પોથીયાત્રા જસવંતસિંહ માનસિંહ રાજના નિવાસ્થાનેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી અને ગામોના મુખ્ય માર્ગો મહોલ્લાઓમાં પસાર થઈ કથા સ્થળે પહોંચી હતી. જ્યાં જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,સંતો મહંતો,મુખ્ય યજમાન ભારત સિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા.મંગલા ચરણ, દીપ પ્રાગટ્યથી કથાનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે ડી કે સ્વામી એ જણાવ્યું હતું કે વ્યાસપીઠ પરથી કથા કરે તેને વ્યાસ સ્વરૂપ કહેવામાં આવે છે. ચંદનદાસજી મહારાજની પ્રેરણાથી પવિત્ર કથા યોજાય છે.તેનો લાભ લેવા તથા 84 લાખ યોનીમાં મનુષ્ય દેહ અતિ દુર્લભ છે.અને મનુષ્ય દેહે કરીને કલ્યાણ કરવાનું છે.ભગવાનનું ભજન કરવું,યાદ કરવા, સત્સંગ કરવો અને ભાગવત કથાનું રસપાન કરી ભગવાન, મહાપુરુષો,સંતોના ચરિત્ર સાંભળવાના છે. આ કથારૂપી ગંગા છે,તેમાં સ્નાન કરવા જણાવ્યું ભાગવતમાં પરીક્ષિત રાજા નું વર્ણન પ્રસંગ જણાવ્યો અને સુકદેવજી મહારાજે મોક્ષનો માર્ગ બતાવી ભાગવત કથાનું મહત્વ સમજાવ્યું આ સહિત આજની પેઢીમાં વ્યસન અને ફેશન છે તે દૂર કરવા વ્યસનથી થતા ગેરફાયદા જણાવી નાના મોટા અભ્યાસનો દૂર કરવા કહ્યું હતું.ત્યાર બાદ કથાનો મંગલ પ્રારંભ કરાયો હતો.પોથી યાત્રા તથા કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ગ્રામજનો,ભાઈ,બહેનો હાજર રહ્યા હતા.