google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratઐતિહાસિક શુકલતીર્થ દેવદિવાળીની જાત્રા માટે ભરૂચ એસટી વિભાગે ૫૦ એક્સ્ટ્રા બસો ફાળવી

ઐતિહાસિક શુકલતીર્થ દેવદિવાળીની જાત્રા માટે ભરૂચ એસટી વિભાગે ૫૦ એક્સ્ટ્રા બસો ફાળવી

- નવા બસ સ્ટેન્ડથી મેળા સ્પેશ્યલ બસોનું સંચાલન, ૧૫ કિમીના ૩૫ રૂપિયા મેળામાં જવાનું ભાડું - ગત વર્ષે ૭૦૦ ટ્રીપોમાં ૨૦ હજાર યાત્રાળુએ મેળો મહાલતા એસટી વિભાગને થઈ હતી ૫ લાખ ઉપરાંતની આવક

દિવાળીના તહેવારો બાદ ભરૂચ એસટી વિભાગ માટે ઐતિહાસિક શુકલતીર્થ દેવદિવાળીની જાત્રા પણ ફરી એક્સ્ટ્રા આવક વધારવાનું અવસર લઈને આવી છે. ભરૂચથી ૧૫ કિમી દૂર આવેલા શુકલતીર્થ ગામે સૈકાઓથી કાર્તિકેય એકડશીથી દેવદિવાળી સુધી ભરાતી પાંચ દિવસીય જાત્રા મેળાનો આરંભ થઈ રહ્યો છે.

દિવાળીમાં ભરૂચ એસટી વિભાગને લાખોની વધારાની આવક સાથે હવે શુકલતીર્થનો મેળો અને દેવદિવાળી પણ એક્સ્ટ્રા આવક ઉભી કરી આપશે.

ભરૂચ એસટી વિભાગીય નિયામક અને ડેપો મેનેજરે માહિતી આપી હતી કે શુકલતીર્થ મેળાને લઈ નવા બસ સ્ટેન્ડ ખાતેથી એક્સ્ટ્રા ૫૦ બસોનું સંચાલન હાથ ધરાશે અને શુકલતીર્થ ખાતે પણ એસટી સ્ટેન્ડ બનાવાયું છે.

ભરૂચથી શુકલતીર્થનું ભાડું ૩૫ રૂપિયા જ્યારે શુકલતીર્થથી નબીપુર વાયા ઝનોર થઈ ભરૂચનું ભાડું ૨૯ કિમી વન વે ને લઈ વધી જતાં હોય ૬૪ રૂપિયા નક્કી કરાયું છે.ગત વર્ષે મેળામાં એસ.ટી વિભાગે ૭૦૦ ટ્રીપ મારી હતી.જેમાં ૨૦ હજાર યાત્રાળુઓએ મેળો મહાલતા ભરૂચ GSRTC ને ૫ લાખ ઉપરાંતની આવક થઈ હતી.બીજી તરફ નર્મદા જીલ્લાના તિલકવાડા ખાતે ભાદરવા દેવના મેળાને લઈને પણ એસ.ટી વિભાગ દ્વારા ૩૫ એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથધર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!