(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદાના વડામથક રાજપીપલા ખાતે આવેલ કરજણ ઓવારા પાસે નદી કિનારે આવેલ સિકોતર માતાના મંદિરે મોડી રાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.ભગવાનના મંદીરમાં મંદિરનો ઘન્ટ,તાંબાનો કળશ લઈ ગયા છે.તેમજ મંદીરમાં મુકેલી દાન પેટી તોડી ને અને મન્દિરની તિજોરો તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.મંદીરના ભગવાન લુટાતા મોડી રાત્રે મંદીરના પૂજારીએ રાજપીપલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ આદરી છે.
મંદીરના પૂજારીના યોગેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે દોઢ વાગે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો.જેમાં ગઈ કાલે જ મંદિરની બહાર તાંબાનો નવો કળશ લગાવ્યો હતો તે અને ઘન્ટની ચોરી કરી છે.દાન પેટીનું તાળું તોડેલું છે તિજોરી પણ તોડી રૂપિયા લઈ ગયા છે.મંદીરની પાછળ આવેલ રૂમમાં પૂજારી સુતા હતા.ત્યારે દરવાજા ખખડાવવાનો અવાજ આવ્યો હતો.પણ દરવાજો ખોલતા બહાર ઉભેલા એકનો ચહેરો જોઈ લીધો છે.મને જોઈને તસ્કરો ભાગી ગયા છે પોલીસે આવી તપાસ આદરી છે.