google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratવૈવાહિક જીવનની નાની મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા સુખદ નિરાકરણ આવશે

વૈવાહિક જીવનની નાની મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા સુખદ નિરાકરણ આવશે

ભરૂચ,
વૈવાહિક જીવનમાં ચાલતી નાની મોટી તકરારોનું હવે આવશે સમાધાન પૂર્વક નિરાકરણ,વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે.
વૈવાહિક લોક અદાલતની માહિતી આપતા જજ ડી બી તિવારીએ જણાવ્યું હતું કે તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહીક પ્રી લીટીગેશન લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી જેમાં અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં આ લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપુર્ણ રીતે વિવાદમાં નિકાલ લાવી શકશે,આ લોક અદાલતનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ ઘ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, મામલતદાર કચેરીઓ,તાલુકા પંચાયત કચેરીઓ સહિત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી,નારીગૃહ,નારી અદાલત, સખી વન સ્ટોપ સેન્ટર સહિતના સ્થળે ફરીયાદ પેટીઓ મુકવામાં આવી છે,જેમાં અરજદાર પોતાની અરજી ફરિયાદ પેટીમાં દાખલ કરી શકે છે,જે અરજીઓ એકત્ર કરી દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે મિડીએશન સેન્ટર ખાતે વિદ્વાન જજ અને મિડીએટરની બનેલી સમિતિની બેઠક યોજવામાં આવશે,જેમાં બંને પક્ષકારોને સાંભળી તેમના વૈવાહીક વિવાદમાં સુખદ સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવશે,આ લોક અદાલતની પ્રથમ બેઠક આગામી તારીખ ૪ મે ૨૦૨૪ ના શનિવારના રોજ યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!