google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeCrimeઅંકલેશ્વરની જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરતા તસ્કરો

અંકલેશ્વરની જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરતા તસ્કરો

- તસ્કરોની હરકત CCTV માં કેદ થતા પોલીસે તપાસ હાથધરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

અંક્લેશ્વર,

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકી મંદિર માંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જોકે તસ્કરોની સમગ્ર કરતૂત CCTV માં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધ્યા છે.તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડ્યું હતું.અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં મધ્યરાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ ગર્ભગૃહનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી શિવલિંગ પર મૂકવામાં આવેલ ચાંદીના નાગદેવતા,શ્રી ગણેશની મૂર્તિ સહિત પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સવારે પૂજારી પૂજન અર્ચન કરવા આવતા તેમને આ અંગેની જાણ થઈ હતી.બાદમાં તેઓએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી.બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં લગાવાયેલ CCTV ફૂટેજ ચકાસતા અંદર બે અજાણ્યા ઈસમો જોવા મળ્યા હતા.જેઓએ ચોરીને અંજામ આપ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!