google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeસોશ્યલ મીડિયા સગીરાઓ માટે બન્યું જોખમ : ઈન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલી સગીરાને ભગાડી...

સોશ્યલ મીડિયા સગીરાઓ માટે બન્યું જોખમ : ઈન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલી સગીરાને ભગાડી જનાર યુવકને દાહોદથી ભરૂચ પોલીસે દબોચી લીધો

- સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં ચેટિંગ સેટિંગ કરતા સગીરા યુવક સાથે મોબાઈલ લઈને ફરાર તથા પોલીસે સગીરા મોબાઈલ લોકેશનના આધારે દબોચી લાવી કાર્યવાહી હાથધરી

ભરૂચ,
સોશ્યલ મીડિયાના જમાનામાં વધતા જતા બળાત્કાર અને અપહરણના ગુનાઓમાં ઈન્સ્ટાગ્રામ સૌથી વધુ ખતરનાક સાબિત થતું હોય તેમ એક યુવક સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં પરિચયમાં આવતા યુવક સગીરાને ભગાડી જતા સગીરા સાથે રહેલા મોબાઈલના લોકેશનના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ આરોપી અને ભોગ બનનાર સગીરાને લાવી આરોપી સામે બળત્કાર અને પોક્સોની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રોજગારી અર્થે આવેલ એક શ્રમિક પરિવાર સ્થાયી થયું હતું અને તેમના પરિવારમાં એક સગીરા ગુમ થઈ હોય જે અંગે અપહરણ ની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થઈ હતી અને સગીરાની શોધખોળ ની તપાસ કરી રહી હતી અને ગુમ સગીરાના મોબાઈલનું લોકેશન દાહોદ તેના મૂળ વતનનું સામે આવતા ભરૂચ પોલીસે સગીરાના મોબાઈલ લોકેશનના આધારે દાહોદના વણભોઈ ગામના નિશાળ ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય રિતેશ રમુ બારીયાના ઘર માંથી ભોગ બનનાર સગીરા અને ભગાડી જનાર ઝડપાઈ ગયા હતા.જે બંને ને ભરૂચ પરત લાવી તપાસ કરતા તપાસ દરમ્યાન ભોગ બનનાર સગીરા રિતેશ બારીયા સાથે મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવતા બંને વચ્ચે ગાઢ મિત્રતા અને પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફૂટતા સગીરાની ઉંમર નાની હોય જેના પગલે ભગાડી જનાર રિતેશ બારીયા અને સગીરા બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી નરાધમ સામે બળાત્કાર અને પોક્સોની કલમનો ઉમેરો કરી આરોપીને જેલ હવાલે કરાયો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ ઓનલાઈને શિક્ષણે અનેક વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે અને શિક્ષણના નામે બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે અને ધણી વખત શિક્ષણ ના ના નામે ઓનલાઈન ફ્રી ફાયર ગેમ તથા ઈન્સ્ટાગ્રામ ,સ્નેપચેટ ના માધ્યમથી ઘણા બાળકો અજાણ્યા યુવકોના પરિચયમાં આવી જતા હોય છે અને અંતે સગીરાઓ અજાણ્યા યુવકો સાથે ભાગી જવા પણ મજબુર થતી હોય છે અને ભૂતકાળમાં આવા સંખ્યા બંધ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.ત્યારે વાલીઓ એ પણ બાળકોને વધુ પડતા મોબાઈલ આપવા જોખમ કારક સાબિત થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!