નેત્રંગ,
ભરૂચ જીલ્લામાં નશાના નાપાક વેપલાને અંજામ આપતા તત્ત્વો સામે જીલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓએ નશાનો વેપલો કરતા તત્ત્વો ઉપર તવાઈ બોલાવી છે.તેવામાં ભરૂચ SOG ની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.જેમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ – રાજપારડી રોડ પર નવી નગરી વિસ્તારમાં બાતમીના આધારે ટીમે દરોડા પાડ્યા હતા.જ્યાં નવી નગરી વિસ્તારમાં રહેતા રણજીતસિંહ જેસંગબાવા રાજના મકાનના વાડા માંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવતા પોલીસે ૧૧.૩૦૩ કિલો ઉપરાંત ગાંજાના જથ્થા સાથે તેઓની ધરપકડ કરી હતી.૧,૧૩,૦૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ નેત્રંગ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી ઝડપાયેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્ત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.સમગ્ર ઘટનાની વધુ તપાસ વાલીયા પોલીસ ચલાવી રહી છે.