google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeCrimeમની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો ભરૂચ SOG...

મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો ભરૂચ SOG એ પર્દાફાશ કર્યો

- બે સંચાલકોની રૂપિયા ૫૬.૨૨ લાખ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથધરી - ભરૂચ અને પાલેજ માંથી વિદેશી મુદ્રાના બદલીના ગેરકાયદે નેટવર્કનની ઈન્કમટેક્ષ સાથે ED ને પણ કરાશે જાણ - ભારતીય કરન્સી સાથે ૪ દેશની કરન્સી,૮ આધાર કાર્ડ, ૪ ચૂંટણી કાર્ડ, ૨ ડ્રાઈવિંગ લાયસન્સ અને ૨ મોબાઈલ કબ્જે - જપ્ત ૫૦૦ ના ૭૪ બંડલ સાથે ૧૯,૫૮૦ પાઉન્ડ, ૩૩૯૫૦ રેન્ડ, ૪૫૩૦ US ડોલર,૨૪૦ કેનેડિયન ડોલર, ૩૦૧ રીયાલના incoming અને Out Going સોર્સની તપાસ તેજ

ભરૂચ,

ભરૂચના મહંમદપુરા અને પાલેજ માંથી મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો SOG એ પર્દાફાશ કરી બે સંચાલકોની રૂપિયા ૫૬.૨૨ લાખ સાથે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા માંથી દાયકાઓથી હવાલકાંડ અને ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે.આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ પર વોચ રાખી રહ્યુ છે.ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઈન્સ્પેકટર આંનદ ચૌધરીને મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મહંમદપુરામાં દરોડો પાડ્યો હતો. વલિકા શોપિંગમાં ભરૂચ ફોરેક્ષ નામની દુકાનનો મનુબર ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમદ તલહા ઈબ્રાહિમ પટેલ ગેરકાયદે એક્સચેન્જમાં ઝડપાઈ ગયો હતો.દુકાન માંથી ૫૦૦ ના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે ૮ આધારકાર્ડ,૪ ચૂંટનીકાર્ડ બે ડ્રાઇવિંગ લાયન્સ, મોબાઈલ મળી રૂપિયા ૩૮.૪૩ લાખ મળી આવ્યા હતા.જ્યારે બીજા દરોડામાં પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારીયા આરીફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકયાદે એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું.જ્યાંથી ૫૦૦ ના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી. SOG એ ૫૦૦ રૂપિયાના ૭૪ બંડલ, સાઉથ આફ્રિકન કરન્સી ૩૩,૯૫૦ રેન્ડ, ૪૫૩૦ US ડોલર,૨૪૦ કેનેડિયન ડોલર,૩૦૧ સાઉદી રીયાલ,૧૯,૫૮૦ પાઉન્ડ મળી રૂપિયા ૫૬.૨૨ લાખ કબ્જે કરવા સાથે SOG પોલીસ મથકે SDPO ચિરાગ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં હવાલકાંડની પણ તપાસ સાથે ઈન્કમટેક્ષ અને ED ને પણ જાણ કરવામાં આવનાર છે.આ નાણાં ક્યાંથી લાવ્યા હતા?કોને પહોંચાડવાના હતા? અને ક્યાં કામે ઉપયોગમાં લેવાના હતા? તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!