Tuesday, February 27, 2024
spot_img
HomeCrimeઝઘડિયાના ઈન્દોર ગામે કેળના ખેતર માંથી કેળના ૮૦૦ જેટલા છોડ કોઈએ કાપી...

ઝઘડિયાના ઈન્દોર ગામે કેળના ખેતર માંથી કેળના ૮૦૦ જેટલા છોડ કોઈએ કાપી નાંખ્યા

- કેળની લુમ વાળા અને લુમ વગરના ૮૦૦ છોડ કાપી નંખાતા રૂપિયા ત્રણ લાખનું નુકશાન

(જયશીલ પટેલ,ઝઘડીયા) 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે એક કેળના ખેતર માંથી કોઈએ કેળના ૮૦૦ જેટલા છોડ કાપી નાંખતા ખેડૂતને રૂપિયા ત્રણ લાખ જેટલું નુકશાન થયું હતું.

ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઈન્દોર ગામે રહેતા કિરીટભાઈ કંચનભાઈ પટેલ ખેતી કરે છે. તેમની પાસે પોતાની સાડા ત્રણ એકર જમીન છે, ઉપરાંત તેઓ ગામના નદી કિનારે આવેલ અન્યની જમીનમાં પણ છેલ્લા સાતેક વર્ષથી ભાગે વાવેતર કરે છે.હાલ આ જમીનમાં તેમણે કેળનું વાવેતર કરેલ છે. દરમ્યાન તા.૪ થીના રોજ સવારના સાડા છ વાગ્યાના અરસામાં જાણ થઈ હતી કે તેમના ખેતરમાં છેલ્લા આઠેક મહિનાથી વાવેતર કરેલ અને હાલ પાંચથી છ ફુટ જેટલી ઉંચાઈએ પહોંચેલ કેળના લુમવાળા અને લુમ વગરના મળી કુલ ૮૦૦ જેટલા છોડ કોઈએ રાત્રી દરમ્યાન કાપી નાંખ્યા હતા.ખેતરમાં જઈને જોતા કેળના છોડ કાપેલ હાલતમાં જણાયા હતા.કેળના ૮૦૦ જેટલા છોડ કાપી નંખાતા આ ખેડૂતને રૂપિયા ત્રણ લાખ જેટલું નુકશાન થયું હતું. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા આ કૃત્ય કરાયું હોવાના આક્ષેપ સાથે કિરીટભાઈ પટેલે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ  ભુતકાળમાં પણ ઝઘડિયા તાલુકામાં વિવિધ સ્થળોએ કેળના પરિપક્વ છોડ કાપી નાંખવાના બનાવ બન્યા હતા. કોઈ વિઘ્નસંતોષી ઈસમો દ્વારા આવા કૃત્ય કરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!