(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
2023નું વર્ષ એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખૂબ સફળ રહ્યું હતું. 2023ના વર્ષમાં વિક્રમજનક કુલ 51,18,955 પ્રવાસીઓ આવ્યા જેનાં SOU સત્તા મંડળે આંકડા જાહેર કર્યા છે.2018 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકર્પણ કર્યા બાદ પ્રવાસીઓ સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.છેલ્લા 5 વર્ષ માં રેકોર્ડ બ્રેક 1 કરોડ 80 લાખ પ્રવાસીઓ SOU પર આવ્યા છેગત વર્ષ 2022 કરતા વિદાય લેતા 2023ના વર્ષમાં કુલ 5,34,166 પ્રવાસીઓ વધુ નોંધાયા છે.છેલ્લા 5 વર્ષના આંકડા જોતા કુલ 1,76,16,496 પ્રવાસીઓ નોંધાયા છે.જેમાં કોરોના પછી 2021માં વિક્રમ જનક 2020 કરતા 21,50,454 પ્રવાસીઓ વધુ નોંધાયા હતા.ત્યાર પછી 2022માં 11,52,755 પ્રવાસીઓ વધુ નોંધાયા હતા અને વિદાય લેતા 2023ના વર્ષમાં ગત વર્ષ કરતા 5,43,166 પ્રવાસીઓ વધુ નોંધાયા છે આમ SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા.આમ 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો વર્ષમાં પ્રથમવાર 50 લાખને પાર કરી જતાં SOU સત્તામંડળ ને કરોડોની આવક થવા પામી છે.
- જેમાં ઉદિત અગ્રવાલ મુખ્ય કારોબારી અધિકારીશ SOUADTGA, એકતા નગરે પ્રવાસી વધવાના મુખ્ય 6 કારણો જણાવ્યા છે.જેમાં પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો, ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો,રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો,રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ,સ્વચ્છ અને સુઘડ કેમ્પસ,સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસના કારણો જણાવ્યા છે.
- છેલ્લા 5 વર્ષના પ્રવાસીઓના સત્તાવાર આંકડા :
વર્ષ 2018 માં 4,53,020 પ્રવાસીઓ,વર્ષ 2019 માં 27,45,474 પ્રવાસીઓ,વર્ષ 2020 માં 12,81,582 પ્રવાસીઓ,વર્ષ 2021 માં 34,32,034 પ્રવાસીઓ,વર્ષ 2022 માં 45,84,789 પ્રવાસીઓ,વર્ષ 2023 માં 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લી 2018 થી 2023 દરમ્યાન કુલ 1,76,16,496 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.