google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeGujaratબોલીવુડના પ્રખ્યાત ગાયક જુબિન નૌટિયાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

બોલીવુડના પ્રખ્યાત ગાયક જુબિન નૌટિયાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને થયા મંત્રમુગ્ધ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
પ્રખ્યાત બોલીવુડ ગાયક જુબિન નૌટિયાલે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.આ દરમ્યાન તે સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા જોઈને મંત્રમુગ્ધ થયા હતા.પ્રતિમાની મુલાકાત લઈને તેણે સરદાર સાહેબના જીવન વિશે બારીકાઈથી જાણકારી મેળવી હતી. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા જોઈ જુબિન નૌટિયાલ અત્યંત ભાવવિભોર થયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ જુબિન નૌટિયાલે ગર્વની લાગણી અનુભવી હતી.જુબિન નૌટિયાલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમાં સમગ્ર ભારત દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને પ્રણામ કરવાનો મને મોકો મળ્યો. મને ગુજરાતથી ખુબ પ્રેમ અને આદર-સમ્માન મળ્યું છે.હું ગુજરાતના લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીનો આભાર માનું છું.મને જ્યારે પણ મોકો મળશે ત્યારે જરૂર અહીં ફરીથી મુલાકાત લઈશ.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન જુબિન નૌટિયાલે એક બાળકની ઈચ્છા પણ પૂરી કરી હતી.જુબીન નૌટિયાલ પરત ફરવા કારમાં બેસી ગયા હતા.તે દરમ્યાન મોરબીથી આવેલા બાળ પ્રવાસી ઉજ્જવલ આચાર્યએ જુબીન નૌટિયાલને ફોટો પડાવવા વિનંતી કરી હતી.નાના બાળકની લાગણીને માન આપીને જુબીન નૌટિયાલે કાર માંથી ઉતરી બાળક સાથે ફોટો પડાવ્યો હતો.નાના બાળકનો પરિવાર પણ આ ઘટનાથી ખુશ થયો હતો અને કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમારી મુલાકાત સફળ રહી, આ મુલાકાત અમને આજીવન યાદ રહેશે.
આ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળના નાયબ કલેક્ટર શિવમ બારીયા ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેક્ટર શિવમ બારીયાએ કોફી ટેબલ બૂક અને મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ અને ગાઈડ ઝુબિન ગમીરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓથી વાકેફ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. બોલવુડ સ્ટારથી લઇ અનેક મોટી હસ્તીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતી હોય છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગમતું પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!