(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
SOU પાસે બનાવેલ વિશ્વના સૌથી મોટું જંગલ સફારી પાર્ક માં 40 ડિગ્રી તાપમાનમાં પ્રાણીઓ અને પશુપક્ષીઓની ગરમીથી બચવા માટે સ્પેશિયલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.એકતાનગર જંગલ સફારી પાર્કમાં ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા એસી અને કુલર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ડાયરેકટર જંગલ સફારી એકતાનગરના બીપુલ ચક્રવેદીના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લા માં હાલ ઉનાળા માં 37 થી 40 ડિગ્રી તાપમાન રહેતા SOU પાસે બનાવેલ વિશ્વ્ સૌથી મોટું જંગલ સફારી પાર્ક માં પ્રાણીઓ અને પશુપક્ષીઓની ગરમી થી બચવા માટે સ્પેશિયલ સુવિધા કરવામાં આવી છે.ત્યારે હાલ વનવિભાગ અને સફારીના કર્મચારીઓ જંગલ સફારીમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓ ને રક્ષણ આપવા એસી,અને કુલર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.એટલું જ નહિ ભારતીય અને વિદેશી તમામ પ્રાણી પક્ષીઓ ની ખાસ દેખરેખ થાય છે.તમામ પ્રાણીઓ નું રોજેરોજ ટેમ્પરેચર માપવામાં આવે છે.સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ ને માટે 20 જેટલા એ.સી. અને 50 જેટલા કુલરો લગાવામાં આવ્યા છે.આસાથે પાણીનો છંટકાવ પણ નિયમિત થાય છે.ત્યારે આ જંગલ સફારી પાર્કમાં હાલ તમામ પ્રાણીઓ સુરક્ષિત રહેછે જોકે હાલ આટલી ગરમીમાં પણ આ જંગલ સફારી પાર્ક માં નવા પ્રાણીઓને જોવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યા માં આવી રહ્યા છે ત્યારે આવનારા દિવસો માં ઉનાળુ વેકેશન માં રોજના 20 થી 25 હજાર પ્રવાસીઓ આવશે એવી આશા પણ sou સત્તામંડળ સેવી રહ્યા છે.
જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પશુપક્ષીઓની ગરમીથી બચવા માટે સ્પેશિયલ સુવિધા ઉપલબ્ધ કરાઈ
- એકતાનગર જંગલ સફારી પાર્કમાં ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા એસી,અને કુલર સુવિધાઓ ઉભી કરવામાં આવી - ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે 20 જેટલા એ.સી અને 50 જેટલા કુલરો લગાવામાં આવ્યા છે : સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે