google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeભરૂચની જીએનએફસી ઓવરબ્રિજ નજીક ઓવર સ્પીડે આવેલા ટેમ્પાના ચાલકે બાઈક ચાલકને અડફેટે...

ભરૂચની જીએનએફસી ઓવરબ્રિજ નજીક ઓવર સ્પીડે આવેલા ટેમ્પાના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત

- ટેમ્પાના પાછળના ટાયર નીચે આવી જતા નબીપુરના યુવકનુ ધટના સ્થળે મોત : ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી

ભરૂચ,
ભરૂચના જીએનએફસી ઓવરબ્રિજ નજીક ટેમ્પાની અડફેટે બાઈક સવાર યુવાન ઉપર ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ અપડાઉન કરે છે.તે પોતાની બાઈક ભરૂચ રેલ્વે સ્ટેશન પર મૂકી અને ટ્રેનમાં નોકરી અર્થે જાય છે.રોજન નિત્યક્રમ મુજબ આજરોજ પણ સવારના સમયે તે પોતાના ઘરેથી નોકરી ઉપર જવા માટે નીકળ્યો હતો અને જીએનએફસી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન ઓવર સ્પીડે જતા ટેમ્પા નંબર જીજે ૧૬ એયુ ૧૯૮૨ ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.જેમાં યુવાન માર્ગ પર પટકાયો હતો અને ટેમ્પાના પાછળના તોતીગ પૈડા તેના પર ફરી વળતા ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ.અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ચોકડી થી એબીસી સુધીના માર્ગ ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે જેના પગલે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વાળો આવીએ છે જેથી આઅ માર્ગ ઉપર પોલીસ,આરટીઓ અને જીલ્લા ટ્રાફિક દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કરી ઓવર સ્પીડે દોડતા વાહનોને ઈન્ટરસેપ્ટર વાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!