ભરૂચ,
૯૬ ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચ દ્વારા આયોજિત પ્રથમ રમતોત્સવમાં તારીખ ૨૫ તથા ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૪ બે દિવસ ભરૂચ મુકામે ક્રિકેટ, ખો-ખો તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કડવા પાટીદાર સમાજના ગામો માંથી યુવાનો,યુવતીઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. તા.૨૫ જાન્યુઆરીના રોજ પ્રથમ દીવસે રેલ્વે ગ્રાઉન્ડ ભરૂચ ઉપર અંકલેશ્વર, અવાદર, ઝઘડિયા, સીમરથા, સુતરેલ અને ભરૂચ-એ અંને ભરૂચ-સી મળી કુલ સાત ટીમો વચ્ચે ક્રિકેટ સ્પર્ધા નોક આઉટ રીતથી રમાડવામાં આવેલ હતી.જેમાં ભરૂચની ટીમ ફાઈનલમાં આવેલ હતી.
તા.૨૬ જાન્યુઆરીના રોજ એમ.કે.કોલેજ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે ક્રિકેટ,ખો- ખો અને રંગોળી સ્પર્ધા યોજાયેલ જેમાં વેમાર,ચિત્રાલ,અભોર-સાંપલા, કરજણ, ભરૂચ- B અને વડોદરાની ટીમોએ ક્રિકેટમાં ભાગ લીધેલ હતો.જેમાં અભોર સાપલા ટીમ ફાઈનલમાં આવેલ હતી અને ભરૂચ-એ સાથે ફાઈનલ ક્રિકેટ મેચ રમાડવામાં આવેલ હતી.જેમાં અભોર-સાંપલા ટીમ ચેમ્પિયન થઈ હતી અને ભરૂચ-એ ટીમ રનર્સઅપ જાહેર થયેલ.સમગ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુનિક સ્પોર્ટ્સ ભરૂચ (ધ્રુવ પટેલ) દ્વારા ટ્રોફી તેમજ શીલ્ડ સ્પોન્સર કરવામાં આવ્યા હતા.મેન ઓફ ધ મેચ તરીકે જાહેર થયેલ ખેલાડીઓ પૈકી સાગર પટેલ ભરૂચ –એ, ચિરાગ પટેલ સુતરેલ, મીત પટેલ અવાદર, ભાવિન પટેલ ભરૂચ-એ, કૃપાલ પટેલ ભરૂચ –એ, શુભમ પટેલ ભરૂચ –બી, અક્ષય પટેલ ચિત્રાલ, વિવેક પટેલ વેમાર, વ્રજ પટેલ અભોર-સાંપલા, દર્પણ પટેલ અભોર-સાંપલા અને મીત પટેલ અભોર, હાર્દિક પટેલ ભરૂચ-સી આવ્યા હતા જેમને ટ્રોફીથી પૃસ્કૃત કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તરીકે સાગર એચ. પટેલ- ભરૂચ-એ અને બેસ્ટ બેસ્ટમેન તરીકે ભાવિન એચ. પટેલ- ભરૂચ-એ જાહેર થતાં ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.મેન ઓફ ધ સિરીઝ તરીકે રાહુલ પટેલ સાંપલા ને જાહેર થતાં ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બહેનોની ખો-ખો સ્પર્ધામાં ૬ ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં કરજણ-૫ ટીમ ચેમ્પિયન બનતા અને તેઓને છાયાબેન પટેલના શુભ હસ્તે અને કરજણ-૪ ટીમ રનર્સઅપ જાહેર થતાં વનલતાબેન (રૂપલબેન) પટેલના શુભહસ્તે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.
બહેનોની રંગોળી સ્પર્ધા યોજાયેલ જેમાં પ્રથમ વિજેતા જાનકી શિવમભાઈ પટેલ ને સુધાબેન એચ પટેલ- ગયાપુરા ના હસ્તે તથા દ્વિતીય વિજેતા સિદ્ધિ વિપુલભાઈ પટેલને ગીતાબેન એમ.પટેલ અંકલેશ્વરના શુભહસ્તે ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટના આયોજનમાં આયોજક તરીકે સંજયભાઈ પટેલ અંકલેશ્વર, રવિભાઈ પટેલ ભરૂચ, ધવલભાઈ પટેલ ભરૂચ, નિલેશભાઈ પટેલ ભરૂચ, વિરાંગ પટેલ સાપલા અને હિમાંશુભાઈ પટેલ સીમરથા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અને સંચાલન કરી સફળતાપુર્વક કરવામાં આવ્યું હતું.૯૬ ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચ વતી માનદ મંત્રી ઠાકોરભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.