google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચના પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જેલની દીવાલમાં કેદ : સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવી...

ભરૂચના પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જેલની દીવાલમાં કેદ : સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી

- સંતોષી વસાહતના દશ મકાનોને અગાઉ કોઈ પણ નોટિસ આપ્યા વિના મકાનો તોડવાની વાતથી ભય - જેલ પ્રશાસન દ્વારા ગઈકાલે દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવી

ભરૂચ,

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબજેલ નજીકના ખુલ્લા મેદાનમાં જેલ પ્રસાશન દ્વારા દીવાલ ઉભી કરવામાં લાઈન દોરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાર્યવાહી કરી માલિકી નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આજરોજ સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી. કલેકટર ઓફિસ તરફથી યોગ્ય તપાસ કરવાની બાહેધરી આપવામાં આવી.

બનાવની વિગત એવી છે કે ગઈકાલે તારીખ ૨૦/૦૬/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યાના સોમવારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ મહંમદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર-૩ ના અંતિમ ખંડ નંબર ૯૪-૯૫ ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવેલ. તે સમયે લાઈન દોરી કરતી વખતે સંતોષી વસાહતના મકાન નંબર ૧૫૪/૨ થી ૬૫/૧ સુધીના ૧૦ મકાનોને એવી ધમકી આપવામાં આવી કે તમારા મકાનો નો અમુક હિસ્સો અમે બુલડોઝર લઈને તોડવા આવીશું તો તમો ઘર ખાલી કરી આપજો.

કોઈપણ જાતની નોટીસ વગર આ મકાનો ના રહીશોને મકાનો તોડવાનું અલ્ટીમેટમ અપાતા તેઓ હતપ્રભ થઈ ગયા છે, ડરી ગયા છે અને કલેક્ટર શ્રી પાસે એમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં આરડીસી ધાંધલ સાહેબે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા બાહેધરી આપી છે.

ભરૂચ નગર યોજના નંબર ત્રણના અંતિમ ખંડ ૯૪-૯૫ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.

વખત તો વખત બૌડા દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લોટની માલિકી બૌડાની છે અને પોલીસ અધિક્ષકને તારીખ ૧૪/૧૦/૨૦૨૦ ના રોજ બૌડા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે કે આ પ્લોટની માલિકી બૌડાની છે અને એના ઉપર તમારે કોઈ જાતનું બાંધકામ કરવું નહીં.

જેલ પ્રશાસનના આ પ્લોટ ઉપર કબજા બાદ બૌડાનેઆ અંગેનું સંપાદન આપતા બહુડા દ્વારા ૨૦૨૦ ના રોજ લેખિતમાં જણાવવામાં આવેલ કે આ બંને પ્લોટ પૈકી એસપી નંબર ૯૪ શાળા અને રમતગમતનો મેદાન તથા એફબી નંબર ૯૫ માટે અનામત રાખવામાં આવેલ છે.

વખતો વખત આ રમતગમત અને શાળા ના મેદાનને હડપવાના પ્રયત્નો થયા છે. અગાઉ ૨૦૧૩માં પણ માઉન્ટેડ અશ્વદળ પોલીસ ગ્રાઉન્ડના નામે પોલીસ વિભાગ દ્વારા કબજો કરવાના પ્રયત્નો થયેલ તે સમયના કોર્પોરેટર અને આ વિસ્તારના રહીશોએ બૌડામાં ઉગ્ર રજૂઆત કરતા આ કબજો હટાવાયો હતો.ત્યાર બાદ ૨૦૨૦માં ફરી એકવાર જેલ પ્રશાસન દ્વારા આ મેદાન પર કબ્જો કરી એમના કબજાના બોર્ડ લગાવવામાં આવ્યા. તે સમયે પણ બૌડામાં રજૂઆત કરતા તા. ૧૪/૧૦/૨૦૨૦ ના રોજ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો કે આ બંને અંતિમ ખંડ ની માલિકી બૌડાની છે અને ભરૂચ પોલીસ અધિક્ષકને લેખિતમાં ઓર્ડર આપવામાં આવ્યો કે આ અંતિમ ખંડ ઉપર બૌડાની માલિકી હોય તેના ઉપર તમારા વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનું બાંધકામ થઈ શકશે નહીં.ત્યાર બાદ ૨૫-૦૬-૨૦૨૧ ના રોજ થયેલી એક આરટીઆઈના જવાબમાં પણ બૌડા દ્વારા જણાવવામાં આવ્યું કે આ અંતિમ ખંડની માલિકી બૌડાની છે.તેમ છતાં જેલ પ્રસાશન દ્વારા બોર્ડ લગાવી દીવાલ બનાવવાની કામગીરી હાથ શું બૌડા વિભાગ કાર્યવાહી કરશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!