google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratSRF ફાઉન્ડેશન દ્વારા વાગરા,ભરૂચ અને નેત્રંગ તાલુકાના ૩૩ ગામોમાં સમર કેમ્પ યોજાયો

SRF ફાઉન્ડેશન દ્વારા વાગરા,ભરૂચ અને નેત્રંગ તાલુકાના ૩૩ ગામોમાં સમર કેમ્પ યોજાયો

- પ્રાથમિક શાળાના બાળકો ઉપરાંત ખાનગી શાળાના ગામના બાળકો મળી કુલ ૫૫ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

ભરૂચ,

રૂરલ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત એસ આર એફ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જીલ્લાના ત્રણ તાલુકાના  વાગરા,ભરૂચ અને નેત્રંગના કુલ ૩૩ ગામોમાં સમર કેમ્પનું આયોજન તારીખ ૧૫ મે થી ૮ જૂન સુધી શાળાઓમાં રાખવામાં આવેલ જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ થાય એ હેતુથી રાખવામાં આવ્યો હતો.જેમાં આજરોજ નવા તવરા પ્રાથિમક શાળામાં સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં શાળાના આચાર્ય,સ્ટાફ, એસ.એમ.સી કમિટીના અઘ્યક્ષ અને સભ્યો તેમજ વાલીઓની હાજરીમાં રાખવામાં આવ્યુ હતું.જેમાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓ દર્શાવામાં આવેલ અને વિવિધ પ્રવૃત્તિમાં વિજેતા થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને મેડલ અને દાતાઓ તરફથી પ્રોત્સાહિત ઈનામોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.આ કેમ્પમાં પ્રાથમિક શાળાના બાળકો ઉપરાંત ખાનગી શાળાના ગામના બાળકો મળી કુલ ૫૫ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કેમ્પમાં આર.ટી.ઈ ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને સમર કેમ્પ અને શાળાના વાતાવરણથી પ્રભાવિત થઈ ૨ જેટલા બાળકોના વાલીઓએ નવા સત્રમાં પ્રાથમિક શાળામાં પોતાના બાળકને ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.શાળાના આચાર્ય અને સ્ટાફ પણ દર વર્ષે પોતે શાળાના વિકાસ માટે નાણાં કોન્ટ્રીબ્યુશન કરે છે અને નાના – મોટા કામો શાળામાં પોતે જ કરે છે એ ખુબ જ સરાહનીય કાર્ય છે અને ગામના યુવાનો,વડીલો અને સામાજીક સંસ્થોઓ પણ યોગદાન આપે છે.આમ આ ગામની શાળા એક PPP મોડલના આધારે કામ કરે છે તેમ શાળાના આચાર્ય તેજસભાઈ પટેલે જણાવ્યુ  હતું.

સમર કેમ્પને સફળ બનાવવા એસ આર ફોઉન્ડેશનનો સ્ટાફ,શાળાનો સ્ટાફ,એસ.એમ.સી કમિટીના સભ્યો અને ગામના આગેવાનોએ ફાળો આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!