google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratશ્રી ગુજર લેઉવા પાટીદાર સમાજનો અંકલેશ્વરના અંદાડા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

શ્રી ગુજર લેઉવા પાટીદાર સમાજનો અંકલેશ્વરના અંદાડા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- સ્નેહમિલનમાં વિશિષ્ટ ઉપલબ્ધિ પામેલ વિદ્યાર્થીઓઓનું સન્માન કરવામાં આવ્યું

ભરૂચ,
અંકલેશ્વર તાલુકા અંદાડા ગામ ખાતે શ્રી ગુજર લેઉઆ પાટીદાર સમાજના ૨૪ માં ‌સ્નેહમિલન કાર્યક્રમનુ‌ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ચાર‌ હજારથી વધુ સમાજના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.જેમાં સેલવાસ દમણના સહ પ્રભારી‌ અને‌ માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ પુષ્પાબેન પટેલ,સામાજિક આગેવાન જગદીશભાઈ પટેલ,‌ વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેમણે સમૂહ લગ્ન અને શિક્ષણ ઉપર દરેક સમાજ ધ્યાન આપે એવો આગ્રહ કર્યો હતો.સ્નેહમિલન કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપલબ્ધિ પામેલ વિદ્યાર્થીઓઓનું‌ સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજમાં સમાજના પ્રમુખ સુભાષભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને મંત્રી અને અખિલ ભારતીય ગુજર મહાસભા પાટીદાર સમાજ ગુજરાતના પ્રમુખ તથા દક્ષિણ ગુજરાત ના કાર્યકારી પ્રમુખ મોહનભાઈ પટેલ તથા સમાજની ટીમ,સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજી ભાઈ પટેલે સરદાર પટેલના નારા સાથે દીકરા દીકરીના લગ્ન માટે માતા પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ‌‌ તેમ‌ જણાવ્યું હતું જેમાં‌ ઉપસ્થિત સમાજના લોકો એ તેને સમર્થન આપ્યું હતું.આ ઉપરાંત સ્નેહમિલન કાર્યક્રમમાં ડો.કૈલાશભાઈ તથા ડો.સુહાસભાઈ દ્વારા સીઆરપીની તાલીમ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!