google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratજંબુસર કાછિયા પટેલ વાડી ખાતે શ્રી હરિપ્રબોધમ બહેનોની અંબરીશ શિબિર યોજાઈ

જંબુસર કાછિયા પટેલ વાડી ખાતે શ્રી હરિપ્રબોધમ બહેનોની અંબરીશ શિબિર યોજાઈ

(સંજય પટેલ,જંબુસર)
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અને પ્રગટ ગુરુહરી પ્રબોધ જીવનદાસ સ્વામીના રૂડા આશિષ તથા શ્રીહરિ અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંતવર્ય શુકમુની બહેનના માર્ગદર્શન હેઠળ સહદય બહેનોની અંબરીશ શિબિર કાછીયા પટેલ વાડી ખાતે પ્રમુખ ધનુબેન ગાંધીની ઉપસ્થિતિમાં યોજાય હતી. જેમાં શુકમુની બહેને વર્ચ્યુઅલ આશિષ પ્રદાન કર્યા હતા.
શિબિરની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના,ધુન થકી કરવામાં આવી હતી. મયુરી બહેને સેવા અંગે વાત કરતા જણાવ્યું હતું કે વિજ્ઞાન સ્વામીની યોગીજી મહારાજે 18 વર્ષ સેવા કરી,યોગીબાપા ની હરિપ્રસાદ સ્વામીએ 10 વર્ષ સેવા કરી, તેમ પ્રબોધ જીવન સ્વામીએ હરિપ્રસાદ સ્વામીની ખૂબ સેવા કરી તેમ કહી સેવા પરમો ધર્મ છે.પ્રબોધ જીવન સ્વામીની સેવા અંગે પ્રસંગ જણાવ્યો અને મહત્વ સમજાવ્યું હતું.નિમિષાબેન પટેલે નિષ્ઠા અંગે સમજાવતા પંજાબના દર્શનસિંહનો પ્રસંગ ટાંકી જીવનમાં ઓક્સિજનની જરૂર છે,તેટલી જ સ્વાધ્યાય ભજનની અનિવાર્યતા છે અને પ્રબોધ સ્વામીજીના ગુણાનુંવાદના પ્રસંગ સાથે જીવનમાં કોઈપણ પ્રશ્ન સર્જાઈ તો ભજન કરવું,જેનાથી ભૂંડા દેશકાળ ઉડી જાય છે.તેમ કહી પોતાના સ્વા અનુભવ જણાવ્યા હતા.અમીશા બેને પ્રબોધ સ્વામીના ગુણગાનં ગાતા જણાવ્યું કે તેઓ મહંત છે પરંતુ મહંતાઈ નથી,દાસત્વની મૂર્તિ છે છતાંય દાસત્વનું પ્રદર્શન નથી,તેઓ મહિમાની મૂર્તિ છે દરેક નો મહિમા સમજે છે.આ સહિત જીવનમાં બે સારા સાધુ ચાર હરિભક્તોની જીવનમાં અનિવાર્યતા,નિષ્ઠા ,દાસત્વ,સભાનું મહત્વ,ઉપાસના અંગે જણાવ્યું હતું.
મંડળ પ્રમુખ ધનુબેન ગાંધીએ ભગવાનના દરેક કાર્યમાં કેવી રીતે નિમિત બનવું તે અંગે જણાવતા આપણા જીવનમાં અખંડ આનંદ રહે તે માટે સત્સંગ જરૂરી છે.પ્રબોધ સ્વામીના પ્રસંગો વર્ણવી હું તો નિમિત માત્ર અને તારે લઈને હું બે સૂત્ર આપ્યા છે.સ્વામી આપણને સગુણ સ્વરૂપ મળ્યા છે.શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની શ્રેષ્ઠ ઉપાસના આપી છે.તેનો મહિમા જણાવ્યો હતો. ભગવાન પ્રત્યે મનુષ્યભાવ ન આવવો જોઈએ, ભગવાન સુધી પહોંચવા માટે સંતો માધ્યમ છે તે સીડીરૂપ કામ કરે છે.ભગવદી રાજી થાય તો ભગવાન રાજી થાય આપણે માત્ર નિમિત બનવાનું છે તેમ જણાવ્યું હતું.શિબિરમાં શારદાબેન પટેલ,યુવા મહિલા કાર્યકર સુરેખાબેન પટેલ, કૈલાસબેન પટેલ, જયાબેન પટેલ તથા યુવતી કાર્યકર સ્નેહલ ગાંધી,જસ્મિતા પટેલ સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!