(સંજય પટેલ,જંબુસર)
જંબુસર શ્રીજી કુંજ સોસાયટી સોમનાથ મહાદેવ મંદિર પટાંગણમાં શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહા મહોત્સવ પ્રારંભ કરાયો હતો.જેમાં વ્યાસપીઠ પરથી રમન રેતીના રાધેજી મહારાજ સંગીતની સુરાવાલી સાથે ભાગવત કથાનો પ્રારંભ કરાયો હતો.સપ્તાહ પ્રારંભ પૂર્વે પોથીજીની શોભાયાત્રા કથા મંડપથી ડીજેના તાલે સંગીતના સથવારે ભજન ભક્તિના રંગે નીકળી હતી.જે નગરના માર્ગો પર પસાર થઈ ડેપો સર્કલથી પરત કથા સ્થાને પહોંચી હતી. ત્યાર બાદ પોથીજીની પૂજા પાઠ કરવામાં આવ્યું હતું.જેના મુખ્ય યજમાન કિશોરીભાઈ કુશવાહ પરિવારે લાભ લીધો હતો.ત્યાર બાદ ગણપતિ દાદા આહવાન શ્લોક થકી કથાનો પ્રારંભ કરાયો હતો.
ઠાકોરજીની અસીમ અનુકંપા થી અનંત જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે ભગવાનની કથા સંકીર્તન નો લાભ મળે છે.૮૪ લાખ યોનિમાં અતિ સુંદર માનવ યોની છે.દરેક વ્યક્તિએ રામાયણનું પઠન કરવું જોઈએ,બલવૃદ્ધિ ,ધન વૃદ્ધિ,બધા કરતા જેમાં જ્ઞાનવૃદ્ધિ હોય તે મોટો કહેવાય છે.ભગવાન અનેક રૂપમાં છે.બાકી બિહારી,દ્વારકાધીશ,સચ્ચિદાનંદ કહી યાદ કર્યા અને તેનું મહત્વ સમજાવતા સુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથા સંભળાવેલી તે કથાનું મહત્વ પ્રસંગો સાથે સમજાવ્યું હતું.પોથી શોભાયાત્રા કથા શ્રવણમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા.