(કિરણસિંહ ગોહિલ)
વાત કરીએ એક એવા નેતાની જેમના પર રાજ્યના બાળકોના શિક્ષણની જવાબદારી છે.હંમેશા લોકોની મદદ માટે હાથ લંબાવતા શિક્ષણ મંત્રી ફરી એકવાર ઉમદા કાર્ય કર્યું છે.કામરેજ તાલુકાના લાડવી ગામે આદિવાસી બે દીકરીની વ્હારે શિક્ષણ મંત્રી આવ્યા છે.
વાત જાણે એમ છે કે કામરેજ તાલુકાના લાડવી ગામે આદિવાસી ફળીયા મા રહેતી ૮ વર્ષની સંજના કિશન રાઠોડ અને ૬ વર્ષની વંશિકા નામની બે દીકરી પિતાના અવસાન બાદ આ બને દીકરીની છોડીને ને માતા પણ જતી રહી હતી.માતા પિતાની છતછાયા ગુમાવનાર બંને દીકરી લાચાર અને સામાન્ય ઝુંપડામાં રહેતી હતી. આ વાત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુધી પોહચી અને તેઓ તાબડતોડ બંને અનાથ દીકરીઓ પાસે પોહચી તેમને આશ્વાશન આપ્યું હૂંફ આપી અને બને બાળકીઓ નો અભ્યાસ અને ઘર બનાવી આપવાની જાહેરાત કરી માનવતા મહેકાવી હતી.