google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratખુલ્લા બોર કુવામાં બાળકો પડી જવાના બનાવ અટકાવવા બાબતના રાજ્ય સરકારના પરીપત્રમાં...

ખુલ્લા બોર કુવામાં બાળકો પડી જવાના બનાવ અટકાવવા બાબતના રાજ્ય સરકારના પરીપત્રમાં સુધારો કરવામાં આવ્યો

- ગ્રામ્ય કક્ષાએ ખાનગી માલિકીના બોરવેલમાં બાળકો પડે તો સરપંચ તલાટીની જવાબદારી હોવાનું પરીપત્રમાં જણાવાતા તલાટી મહામંડળ દ્વારા તેનો વિરોધ કરાયો હતો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઘણીવાર ખુલ્લા બોર કુવામાં બાળકો પડી જવાના બનાવ બનતા હોય છે.ભુતકાળમાં આવી કેટલીક ઘટનાઓમાં બાળકોના મોત પણ થયા હતા.ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પરીપત્ર બહાર પડાયો હતો.જેમાં બોરવેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે સલામતી સૂચક બોર્ડ મુકવા, સમારકામ દરમ્યાન બોરવેલ ખુલ્લા છોડવા નહિ,બોરવેલનું બાંધકામ પુર્ણ થયા બાદ તેની આજુબાજુ કાંટાળા તાર જેવી વાડ બનાવવી વિ.જેવી સુચનાઓ આપવામાં આવી હતી.તેમજ આ પરીપત્રમાં ૮ નંબરની કોલમમાં ગ્રામ્ય સ્તરે બોરવેલમાં કોઇ બાળક પડશે તો તેની જવાબદારી જેતે ગામના સરપંચ તેમજ તલાટીની હોવાનું જણાવાયું હતું. આને લઇને ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા રાજ્યના પંચાયત મંત્રી તેમજ  પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવને લેખિતમાં રજુઆત કરીને ગ્રામ્ય સ્તરે બોરવેલમાં બાળકો પડવાની ઘટનાઓમાં સરપંચ અને તલાટીને જવાબદાર ગણવાની વાતે વિરોધ વ્યક્ત કર્યો હતો અને પરીપત્રમાં દર્શાવાયેલ આ બાબત દુર કરવા રજુઆતમાં જણાવાયું હતું અને જો આ પરીપત્રમાં સુધારો નહિ કરાય તો તલાટીઓ દ્વારા કામગીરી બંધ કરીને પરીપત્રના વિરોધમાં આંદોલન કરવામાં આવશે એમ જણાવાયું હતું.ત્યારે રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા આ પરીપત્રમાં સુધારો કરીને ગ્રામ્ય સ્તરે ખાનગી બોરવેલમાં બાળક પડશે તો તેની જવાબદારી જેતે બોરવેલના માલિકની રહેશે તેમજ જો સરકારી યોજનામાંથી કે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ બોર કુવાના કિસ્સામાં આવી કોઇ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી જેતે ગામના સરપંચ તેમજ તલાટીની રહેશે એમ સુધારો કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!