google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratભરૂચમાં હયાત પ્લેસમાં ડ્યુઅલ ગન ૬૦ કે.વી ડી.સી ચાર્જરનું સ્ટેટિક દ્વારા ઉદ્દઘાટન...

ભરૂચમાં હયાત પ્લેસમાં ડ્યુઅલ ગન ૬૦ કે.વી ડી.સી ચાર્જરનું સ્ટેટિક દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું

- આગામી ૨૦૨૫ સુધી ૨૦ હજાર ઈલેક્ટ્રીક વ્હિકલ સ્ટેશન ઈન્સ્ટોલ કરવાનું સ્ટેટિકનું લક્ષ્યાંક

ભરૂચ,

ઈલેક્ટ્રિક વ્હીકલ અપનાવવામાં ખાવેલો વધારો વિશ્વભરના ઉદ્યોગોને આકાર આપી રહ્યો છે અને હોસ્પિટાલિટી ક્ષેત્ર સક્રિયપણે ક્રાંતિમાં જોડાઈ રહ્યું છે.ઈલેક્ટ્રિક કારની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિસાદ આપતા,હીટરી ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરને એકીકૃત કરીને તેમની સેવાઓ વધારવાની તકનો લાભ લઈ રહી છે.કરેટિક,ભારતનું સૌથી મોટું ઈલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ નેટવર્ક,આ પરિવર્તનમાં મોખરે છે,જે ગ્રીન મોબિલિટી ક્રાંતિને ચલાવવા માટે ઈન્ડિયન હોટેલ ઈન્ડસ્ટ્રી સાથે સલિપણે સહયોગ કરે છે.

નવીનતમ ભાગીદારીમાં ભરૂચમાં હયાત પ્લેસનો સમાવેશ થાય છે.જ્યાં સ્ટેટિકે ઈલેક્ટ્રીક વ્હિકલ વપરાશકર્તાઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરીને યુઅલ ગન ૬૦ કે.વી ડીસી ચાર્જરનું ઉદ્દઘાટન કર્યું છે.સ્ટેટિકનું ઈન્ટૉલેશન ફોર-વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોની શ્રેણી સાથે મુસંગત છે,જેમાં ટાટા નેકાન,એમજી ઈવીઝેડએસ,ટાક્ષ ટિયાગો ઈવી અને વધુ જેવા લોકપ્રિય મોડલની સમાવેશ થાય છે.

લોંચ પર ટિપ્પણી કરતા અક્ષિત બંસલ, ફાઉન્ડર બને સીઈઓ સ્ટેટિક બે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી સ્વીકૃતિ અવર્ણીય છે. હોટલોમાં ઈલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન બે માત્ર ભવિષ્યવાદી વિચાર નથી પરંતુ એક વ્યવહારિક રોકાણ છે.આ સ્ટેશનો ઓફર કરીને હોટલો પર્યાવરણ પ્રત્યે સભાન એવા ઈલેક્ટ્રીક વ્હિકલ માલિકોના વધતા બજારમાં પ્રવેશ કરી શકે છે જેખો સક્રિયપણે પોતાની સ્થાથી લાઈફ સ્ટાઈલને અનુરૂપ રહેઠાણની શોધમાં છે.આનાથી માત્ર કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થતો નથી પરંતુ તે બધા માટે વધુ હકો – કેન્ડલી અને સ્વચ્છ ભવિષ્ય તરફ ચાલી રહેલ્ટ સંક્રમણમાં પણ ફાળો આપે છે,સ્ટેટિક પહેલાથી જ સમગ્ર ભારતમાં ટાયર ૧, ટાયર ૨ અને ટાયર ૩ શહેરોમાં ૭,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરી ચૂક્યું છે અને ૨૦૨૫ સુધીમાં ૨૦ હજાર ઈલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ઈન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખે છે.

મનોજ જનાર્દન જીએમ હયાત પ્લેસ ભરૂચે જણાવ્યું હતું કે ઈન્ડિયન હોટેલ્સ આબોહવા પરિવર્તન સામે લડવા માટે સક્રિય પણે પર્યાવરણને અનુકૂળ પગલાં અપનાવી રહી છે.જેમાં ઊજા-કાર્યક્ષમ તકનીકો જેવા ઉકેલોનો સમાવેશ થાય છે.દેશભરના શહેરોમાં વઘતી જતી પ્રદૂષણની ચિંતાઓને દૂર કરવા માટે ઈલેક્ટ્રિક વાહનોને વધુને વધુ સમર્થન આપી રહ્યા છે. આ સંક્રમણ સમાજમાં વધુ પ્રામાણિક અને પર્યાવરણ પ્રત્યે જાગૃત અભિગમ દર્શાવે છે.હયાત પ્લેસ પર ઈલેક્ટ્રીક વ્હિકલ ચાર્જર ઈન્સ્ટોલ કરવા માટે સ્ટેટિક સાથે સહયોગ કરીને અમને આનંદ થાય છે.મહેમાનોને ઈવી ચાર્જિંગ સ્ટેશનની ઍક્સેસ પ્રદાન કરવાથી ઈકો- ફેન્ડલી સ્થાપના તરીકે અમારી પ્રતિષ્ઠા મજબૂત બને છે.જેમ જેમ વિશ્વ સ્વચ્છ અભિગમ તરફ ઝુકાવશે તેમ સસ્ટેનેબલ પેક્ટિસીસને અપનાવતી હોટેલો પર્યાવરણ પ્રત્યે સભાન વ્યક્તિઓના વધતા સમુદાયને આકર્ષવા અને સંતુષ્ટ કરવા તરફ દોરી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!