google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratનર્મદામાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં અનેક ઝાડ પડ્યા : ઉભા પાકને નુકશાન...

નર્મદામાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં અનેક ઝાડ પડ્યા : ઉભા પાકને નુકશાન થવાની ભીતી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદામાં વાવાઝોડાસાથે ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક ઝાડો પડ્યા છે ભારે વરસાદને કારણે કેળ,કેરીના પાકને ભારે નુકસાનના અહેવાલ છે.

ડેડીયાપાડા સાગબારા અને રાજપીપલા શહેરમાં કાચા મકાનોના પતરાં ઉડ્યા હતા.આદિવાસી વિસ્તારોમાં ભારે નુકશાન થયાના અહેવાલ છે.ખાસ કરીને કેરીઅને કેળના ઉભા પાકને મોટા પાયે ભારે નુકશાન થયાંના અહેવાલ છે.તિલકવાડાથી વડોદરા વચ્ચે રોડ બંધ અનેક જગ્યા એ ઝાડ પડ્યાના અહેવાલ છે.નાંદોદ તાલુકાના ઝરવાણી, જૂનવદ, ગોરાથી રાજપીપ્ળા તરફ જંગલ વિસ્તારમાં કડાકાભેર ગાજ વીજ સાથે વાવાઝોડા સાથે તોફાની વરસાદ એક કલાક સુધી તૂટી પડતા ભારે ખાના ખરાબી સર્જાઈ છે.જેમાં ઝરવાણી ગામે આજે ટીમરુંપાન ના ફળ સેન્ટર પર આદિવાસીઓ ટીમરું પાન વેચવા આવ્યાં હતા અને ટીમરું પાન મેદાનના સુકવતા હતા.ત્યારે ધોધમાર વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.વરસાદમાં ટીંમારૂ પાન પાણીમાંજતા ભારે નુકસાનના અહેવાલ છે.જયારે રાજપીપલામાં નર્મદા વન વિકાસ નિગમની ઓફિસ પાછળ તોતિંગ ઝાડ ધરાશય થયું હતું.જયારે વાવડી ગામે આંબા વાડીઓમાં કેરીના પાકને લખોનું નુકસાન થયાના અહેવાલ છે.વાવડી સહિત નાંદોદના ગામોમાં કેળનો પાક પાણી માં કરોડોના નુકસાનના અહેવાલ છે.રાજપીપલામાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો બંધ કરતાં અંધાર પટ છવાઈ ગયું હતું.તિલકવાળાથી વડોદરા વચ્ચે રોડ બંધ અનેક જગ્યા એ ઝાડ પડ્યાના અહેવાલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!